છેલ્લા ઘણાં સમયથી પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદડીયાની તબિયત નાદુરસ્ત હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે સાંસદની સાથે રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેનની જવાબદારી નિભાવી રહેલા વિઠ્ઠલ રાદડીયાએ હવે રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધુ છે.
નાદુરસ્ત તબિયત હોવાથી તેમણે રાજીનામું આપ્યું હોવાનું જણાવાયું છે. બેંકની બોર્ડ મિટિંગમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને રાજીનામું મંજૂર કરતો પત્ર રજીસ્ટારને મોકલી આપવામાં આવ્યો છે. રાદડીયાના રાજીનામાથી હવે આગામી 15મી ફેબ્રુઆરીના રોજ બેંકના નવા પ્રમુખ તરીકે વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશભાઈ રાદડીયાની તાજપોશી કરવામાં આવશે.