સૌરાષ્ટ્ર પાટીદાર સમૂદાય અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે. વિઠ્ઠલ રાદડિયાનું કદ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓમાં ગણવામાં આવતું હતું. 2014માં પોરબંદર બેઠક પરથી સંસદમાં પહોંચ્યા હતા. તેમના નિધનથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની રાજનીતિમાં એક શોકનો માહોલ છવાયો છે. જામકંડોરણા ખાતે તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.
તો તેમને જે ઘરમાં જીવન વિતાવ્યું તે ઘર વિશે પણ જાણીયે
400 વારમાં પેલેસ, અંદર રજવાડી પડદા અને સોફાનો ઠાઠ
વિઠ્ઠલભાઇ જામકંડોરણામાં હોય ત્યારે તેઓ અહીં જ રહેતા હતા
પાણીદાર પટેલ નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન થતા સૌરાષ્ટ્રવાસીઓમાં ગમગીની છવાઇ ગઇ છે. વિઠ્ઠલભાઇ રાદડિયા રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામે જન્મ્યા હતા. 12 વર્ષ પહેલા જામકંડોરણામાં નવો બંગલો બનાવ્યો હતો અને તેમાં જ રહેતા હતા. જામકંડોરણામાં પટેલ ચોકમાં 5 બીએચકેના ઘરમાં વિઠ્ઠલભાઇ રહેતા હતા. તેના પુત્રનું નામ વૈભવ છે. માટે આ પેલેસનું નામ વૈભવ રાખ્યું છે. વિઠ્ઠલભાઇના પેલેસની અંદરની તસવીરો લાવ્યું છે.
400 વારમાં પેલેસ, રજવાડી પડદા અને સોફા, ઝુમ્મર
જામકંડોરણામાં વિઠ્ઠલભાઇનો પેલેસ આવેલો છે. 400 વારમાં ત્રણ માળના ભવ્ય પેલેસમાં ફળિયામાં પ્રેવેશો એટલે રજવાડી ઠાઠ દેખાવા લાગે. સાઇડમાં હિંચકો દેખાઇ છે. અંદરના ભાગે મોંઘાદાટ વેલ્વેટ લગાવેલા મખમલી સોફા અને ચમકતા પડદાં બેડરૂમની શોભા વધારે છે. છત પર લાગેલા ઝુમ્મર શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. બેડરૂમમાં પ્રેવેશતા જ રાદડિયા પરિવારની તસવીર જોવા મળે.
કંડોરણા હોય ત્યારે આ જ ઘરમાં રહેતા, જયેશભાઇ જેતપુર રહે છે
વિઠ્ઠલભાઇ કંડોરણા હોય ત્યારે આ જ ઘરમાં રહેતા હતા. વિઠ્ઠલભાઇનો માસ્ટર બેડરૂમમાં રજવાડી બેડ અને સોફા નજરે પડે છે. ટ્રેડ મિલ અને લગ્નની તસવીરો દેખાઇ છે. નવરાશની પળોમાં કસરત કરવાનું પણ ચૂકતા નહોતા.