International

સાઇબેરીયના એક તાંત્રિકથી ડરે છે પુતિન, હરણના લોહીથી કરે છે સ્નાન – દાવો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્યને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેમને ગંભીર બીમારી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે ક્યારેય કશું સ્પષ્ટ થયું ન હતું. હવે એક રશિયન પત્રકારે પુતિનને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પત્રકાર ઓલેગ કાશિનાએ દાવો કર્યો છે કે પુતિનને મેલીવિદ્યામાં રસ પડ્યો છે. તેઓ કહે છે કે પુતિને કૂતરા અને ગરુડ સહિત અનેક પ્રાણીઓનું બલિદાન આપ્યું છે. પુતિને રશિયામાં સત્તા પર પોતાની પકડ મજબૂત રાખવા માટે આવું કર્યું હતું.

સાઇબિરીયા તાંત્રિકનો ડર

અહેવાલ મુજબ, ઓગેગ કાશિને ઊંચા દાવા કર્યા છે પરંતુ તેમના મુદ્દાને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. તેઓ એમ પણ કહે છે કે પુટિન નિયમિતપણે હરણના લોહીમાં સ્નાન કરે છે અને સાઇબેરીયન શામનથી ગભરાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2019 માં, આ તાંત્રિકે પુતિનની ‘રાક્ષસ’ આત્માને શુદ્ધ કરવા માટે એક ધાર્મિક વિધિ કરી હતી. જોકે બાદમાં આ તાંત્રિકની ધરપકડ કરવામાં આવી છે.કાશિન કહે છે કે જ્યોર્જી રોગોઝિન નામના કેજીબી એજન્ટે પુતિનને ગુપ્ત વિદ્યામાં રસ જગાડ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ તેની સત્તા વિરુદ્ધ ઉઠેલા અવાજે પુતિનને જાદુઈ દુનિયા તરફ આકર્ષિત કર્યા છે. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર સંપૂર્ણ આક્રમણ શરૂ કરવામાં આવ્યું હતું.

રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ

તાજેતરમાં યુક્રેનની સૈન્યએ દાવો કર્યો છે કે રશિયા હવે યુક્રેનની હવાઈ સંરક્ષણને ખતમ કરવા માટે બિન-વિસ્ફોટક હથિયારો સાથે પરમાણુ સક્ષમ મિસાઈલોનો ઉપયોગ કરી રહ્યું છે. ગુરુવારે યુક્રેનની રાજધાની કિવમાં એક બ્રીફિંગમાં, લશ્કરી અધિકારી માયકોલા ડેનિલ્યુકે X-55 ક્રૂઝ મિસાઇલો (નાટો દ્વારા AS-15 તરીકે ઓળખાય છે)ના  ટુકડાઓ દર્શાવ્યા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker