અમદાવાદની પબ્લીક છેક હવે જાગૃત થઈ, ઠેર ઠેર સ્વૈચ્છિક લોકડાઉન જેવો માહોલ

રાજ્યમાં કોરોનાને કારણે ખૂબજ ભયાનક સ્થિતી સર્જાઈ છે જેના કારણે હવે દિવસેને દિવસે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે એક જોતા ભય ખરેખરમાં લોકોને જાગૃત કરી રહ્યો છે કારણકે હવે અમદાવાદ જેવા શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના પૂર્વ વિસ્તારોતો જાણે કે એકદમ ખાલી ખમ દેખાઈ રહ્યા છે અને રસ્તાઓ પણ સૂમસામ છે.

પૂર્વ વિસ્તાર સૂંપર્ણ બંધ

પૂર્વ વિસ્તારમાં રાયુપર, બાપુનગર, ખોખરા, નરોડા, સહિતના વિસ્તારોમાં મોટા ભાગની દુકાનો બંધ છે. કેટલીક દુકાનો ચાલુ હતી, જેમાં કરિયાણા, દૂધ અને દવાની દુકાનો વધુ હતી કેટલાક વિસ્તારમાં શનિ અને રવિ ઉપરાંત શુક્રવારે પણ બંધ રાખવામાં આવ્યું હતું વેપારીઓ દ્વારા હવે સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. જેથી કોરોનાની ચેઈનને તોડી શકાય.

પશ્ચિમ વિસ્તારમાં દુકાનો ચાલુ

શહેરના વેપારીઓ હવે જ્યા સુધી કોરોના સંક્રમણ ઓછુ ન થાય ત્યા સુધી વિકેન્ડ લોકડાઉનના મુડમાં આવી ગયા છે. જોકે આવો માહોલ માત્ર પૂર્વ વિસ્તારમાં આવેલી દુકાનોમાં જોવા મળી રહ્યો છે. કારણકે પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટા ભાગની દુકાનો ચાલુજ છે. પરંતુ ત્યા પરિસ્થિતી ઉંધી છે. કારણકે અહીયા ગ્રાહકોજ દુકાનોમાં નથી આવી રહ્યા જેથી અહીયાના વેપારીઓ પણ ઠંડા પડી ગયા છે.

સ્વૈચ્છિક લોકડાઉન

કોરાના સંક્રમણ તોડવા માટે લોકોમાં ભયનો માહોલ છે કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જેના કારણે કોરોનાના કેસ ઓછા હોવા છતાં સરકાર તરફથી લોકડાઉન આપવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે કેસ વધુ હોવા છતાં લોકડાઉન આપવામાં ના આવતાં લોકો ચિંતિત બન્યા છે જેના કારણે વેપારીઓએ સ્વયંભૂ જ પોતાની દુકાનો બંધ રાખીને આંશિક લોકડાઉન રાખવાનું નક્કી કર્યું છે.

શિવરંજની માણેકચોક પણ બંધ

અમદાવાદના મોટા ભાગના બજારો આજે અને કાલે બંધ રાખવામાં આવ્યા છે. કારણકે વેપારી એસોસિએશન દ્વારા સ્વંયંભૂ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં શિવરંજની અને માણેકચોક જેવા ભરચક વિસ્તારમાં પણ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. સાથેજ લોકો પણ હવે વિકેન્ડમાં બહાર નીકળવના બદલે ઘરેજ બેસી રહ્યા છે.

ઓક્સિજનની અછત

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે માત્ર ગુજરાતમાં નહી પરંતુ સમગ્ર ભારતમાં હવે લોકો કંટાળી ગયા છે. ગુજરાતમાં પણ અમુક હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ ગયા છે. તો અમુક હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી છે. તો બીજી તરફ સ્મશાનોમાં પણ કલાકો સુધી વેઈટીંગમાં બેસી રહેવું પડે છે. જેના કારણે લોકો હવે જાગૃત થયા છે. સાથેજ સંક્રમણની ચેઈન તોડવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે.

Scroll to Top