પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ગ્રામ પંચાયત ચૂંટણીમાં થયો આચારસંહિતાનો ભંગ, જુઓ અહીં સંપૂર્ણં માહિતી

રાજ્યની (Gujarat) 8 હજાર 684 ગ્રામ પંચાયતોમાં (Gram Panchayat Election) આજે મતદાન શરૂ થઇ ગયુ છે. રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આજે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવી રહ્યું છે. જે આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણી બૅલેટ પેપરથી યોજાઈ રહી છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છીય બનાવ ન બને તેના માટે તંત્ર સજ્જ છે.

રાજ્યમાં અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો તારવવામાં આવ્યા છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે 8664 ગ્રામ પંચાયતોમાં કુલ 51 હજાર 747 પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્તમાં ગોઠવાયા છે. ત્યારે આ વચ્ચે હાલમાં વલસાડમાં બે જગ્યાએ આચારસંહિતાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં નવસારીના વંકાલ અને વલસાડના ભદેલી જગાલાલા ગામમાં આચારસંહિતા ભંગ થયો છે.

નામ અને ચિહ્ન વાળો એર બલૂન હવામાં
નામ અને ચિહ્ન વાળો એર બલૂન હવામાં

આજે વહેલી સવારથી જિલ્લામાં મતદારોમાં ઉત્સાહનો માહોલ દેખાઇ રહ્યો છે. આજે શિયાળાની કડકડતી સવારથી લોકોમાં પોતાના સરપંચ માટે મતદાન કરવાનો ઉતા્સાહ દેખાઇ રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વંકાલ ગામમાં ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનો ભંગ થયો હતો. જે વંકાલ ગામના સરપંચના ઉમેદવાર દક્ષાબેન પટેલ દ્વારા મતદાન મથકથી 500 મીટરની દૂર તેના પોતાના નામ અને ચિહ્ન વાળો એર બલૂન હવામાં જોવા મળતા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે.

જયારે વલસાડના ભદેલી જગાલાલા ગામમાં આચાર સહિતાના ભંગની ફરિયાદ મળી છે. જે વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ-નં. 5 ના ઉમેદવારે અને વોર્ડ-નં. 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. ત્યારે આ આચાર સહિતા ભંગની ફરિયાદ કરી વોર્ડ નં. 5ના ઉમેદવારનું સભ્યપદ રદ્દ કરવા માંગ કરી હતી.

આમ તો શુક્રવારે શાંજથી ચૂંટણી પ્રચાર બંધ થયો છે. ત્યારે ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચારમાં વ્યસ્ત બન્યા હતા ઉપરાંત સોસીયલ મીડિયાના માધ્યમથી પણ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા 22 નવેમ્બરના રોજ આ ચૂંટણીપ્રક્રિયાની જાહેરાત કરી હતી. ચૂંટણીપંચ પ્રમાણે, રાજ્યની 10,879 ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે 27, 085 મતદાનમથકો પર 54,387 મતપેટીઓની વ્યવસ્થા રાખવામાં આવી છે. આજે રવિવારે મતદાન યોજાયા બાદ મંગળવારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

Scroll to Top