લંડનમાં તેમના ઘરની નજીક બે મહિલાઓને નિશાન બનાવવાની ઘટનાને લઈને લોકોમાં ઉત્પન્ન થયેલ આક્રોશની વચ્ચે બ્રિટેનના એક ઉચ્ચ અધિકારીએ ફોન કંપનીના તે પ્રસ્તાવ પર સકારાત્મક વલણ અપનાવ્યું છે. જેમાં એટલી મુસાફરી કરતી મહિલાઓના સ્થાનની માહિતી ઉપલબ્ધ કરાવનાર સેવા જાહેર કરવામાં આવી છે.
બ્રિટનની સૌથી મોટી ફોન કંપની ‘BT’ ના મુખ્ય કાર્યકારી અધિકારીએ ગૃહમંત્રી પ્રીતિ પટેલને પત્ર લખીને ‘વોક મી હોમ’ સેવા જાહેર કરી હતી. ફિલિપ જોનસને પત્રમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ એક મહિલા તેના ફોન પર એપ શરૂ કરે છે, ત્યારે આ સેવા તેના પ્રવાસ પર નજર રાખે છે અને જો મહિલા સમયસર તેના ગંતવ્ય સ્થળે ન પહોંચે તો તેનાથી જોડાયેલા ઈમરજન્સી ફોન નંબરો પર એક ચેતવણી સંદેશ મોકલવામાં આવે છે.
બ્રિટનના ગૃહ વિભાગના કાર્યાલયે પટેલને પત્ર મળ્યો હોવાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ગૃહમંત્રી આગામી સમયમાં આ અંગે જવાબ આપશે.
ડેઇલી મેલના અહેવાલ અનુસાર, પટેલે આ સેવાના ઉપયોગ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવ્યું છે. રિપોર્ટ અનુસાર, ક્રિસમસ સુધીમાં ‘વોક મી હોમ’ સેવા શરૂ થવાની શક્યતા છે.
બ્રિટનની સૌથી મોટી ફોન કંપની BT ના ચીફ એક્ઝિક્યુટિવે ગૃહ સચિવ પ્રીતિ પટેલને લખેલા પત્રમાં “વોક મી હોમ” સેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, એકવાર કોઈ મહિલા તેના ફોન પર એપને એક્ટિવેટ કરે છે, તો એપની સર્વિસ તેની યાત્રાને ટ્રેક કરશે અને જો તે સમયસર તેના ડેસ્ટિનેશન પર ન પહોંચે તો તેના ઈમરજન્સી કોન્ટેક્ટને એલર્ટ મોકલશે. અહેવાલો અનુસાર, “વોક મી હોમ” સેવા લંડનમાં ક્રિસમસથી શરૂ થઈ શકે છે.