13000 કરોડ રૂપિયાનું ફુલેકું કરનાર મેહુલ ચોક્સીની રહસ્ય ગર્લફ્રેન્ડ જીવે છે આલીશાન જીંદગી, જાણો તેના વિશે…

ભારતીય બેંકો સાથે 13578 કોરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થયેલો હીરા વેપારી મેહુલ ચોક્સી કેબેબિયાઈ દેશ ડોમિનિકાની હૉસ્પિટલમાં ભરતી થઈ ગયો છે. મેહુલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. PNB કૌભાંડનો આરોપી ભાગેડૂ મેહુલ ચોકસીની ડોમિનિકાથી પ્રથમ તસવીર સામે આવી છે. પોલીસ કસ્ટડીમાં મારપીટ કરાઈ હોવાનો ચોકસીએ આરોપ લગાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સીને ડોમિનિકાને ચાઇના ફ્રેન્ડશિપ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

મેહુલના વકીલે પણ પોતાના ક્લાયન્ટને હૉસ્પિટલમાં ભરતી કર્યો હોવાની પુષ્ટિ કરી છે. મેહુલ ચોકસી સાથે નાગરિક જેવો વ્યવહાર કરવા એંટીગુઆના વિપક્ષે માંગ કરી હતી. મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયત્નો વધુ તેજ બનાવાયા હતા. એંટીગુઆના PMએ દાવો કર્યો હતો કે ડોમિનિકામાં ભારતનું પ્રાઈવેટ જેટ આવ્યું હતું. એન્ટિગા એન્ડ બરબુડાના પીએમ બ્રાઉને કહ્યું કે, ‘સમસ્યા એ છે કે, જો ચોક્સી એન્ટિગાનો નાગરિક હોવાથી તેને ડોમિનિકાથી પાછો અહીં મોકલવામાં આવી શકે છે, પછી ભલે તેની નાગરિકતા અસ્થિર છે, તો પણ તેને બંધારણીય અને કાયદાકીય રક્ષણ પ્રાપ્ત છે.

જણાવી દઈએ કે મેહુલ ચોકસી એંટીગુઆ સ્થિત પોતાના ઘરેથી 23 મેની સાંજે ગાયબ થયો હતો. તેના ગાયબ થયાની રિપોર્ટ પણ કરવામાં આવી હતી. પરંતુ 26 મેના દિવસે તેને ડોમિનિકામાંથી પકડી લેવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ડોમિનિકા સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે તેને એંટીગુઆને સોંપી દેવામાં આવે. હાલ મેહુલ ચોકસી 2 જૂન સુધી ડોમિનિકામાં ક્વોરનટીન રહેશે. ત્યારબાદ તેને બીજા દેશ મોકલવાની પ્રક્રિયા શરુ થશે. મહત્વનું છે કે, મેહુલ ચોક્સી અને નીરવ મોદી સરકારી પંજાબ નેશનલ બેંક સાથે કથિત રીતે 13,500 કરોડ રૂપિયાના સાર્વજનિક હેરાફેરી મામલામાં આરોપી છે. ત્યારે મેહુલ ચોક્સી ડોમિનિકામાં ફસાઈ ગયો છે. તે ડોમિનિકામાં પોતાની રહસ્યમય ગર્લફ્રેન્ડ બબારા જરાબિકાની સાથે ‘ક્વોલિટી ટાઈમ’ પસાર કરવા આવ્યો હતો.

મેહુલ ચોક્સી કેરેબિયન દેશ ડોમિનિકાની એક હોસ્પિટલમાં એડમિટ છે અને તેના પ્રત્યાર્પણની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. મેહુલ ચોક્સીને અન્ય એક કેરેબિયન દેશ એન્ટિગા એન્ડ બરબુડાની નાગરિકતા મળેલી છે, જ્યાં તે પોતાની ગર્લફ્રેન્ડ બબારા જરાબિકા સાથે એશ કરી રહ્યો હતો. એન્ટિગા એન્ડ બરબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને મુજબ ચોક્સી પોતાની ગર્લફ્રેન્ડને ડિનર કરાવવા કે ‘ક્વોલિટી ટાઈમ’ વિતાવવા યોટથી પડોશી દેશ ડોમિનિકા ગયો હતો અને ત્યાં પકડાઈ ગયો છે. મેહુલના પકડાયા બાદ હવે તેની ગર્લફ્રેન્ડ બબારા જરાબિકા પણ ગુમ થઈ ગઈ છે. આવો જાણીએ કોણ છે મેહુલ ચોક્સીની રહસ્યમય ગર્લફ્રેન્ડ બબારા જરાબિકા.

જાણો કોણ છે મેહુલની ગર્લફ્રેન્ડ બબારા જરાબિકા

કેરેબિયન મીડિયા મુજબ, બબારા જરાબિકા એક પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ સલાહકાર છે અને તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે. જે મેહુલ અને બબારા છેલ્લા એક વર્ષથી દોસ્ત છે અને અવાર-નવાર એન્ટિગા એન્ડ બરબુડાની આસપાસ મળતા રહેતા હતા. જોકે તેની જાણ નથી કે મેહુલ અને બબારા જરાબિકાની વચ્ચે બિઝનેસ, દોસ્તી કે કોઈ રોકાણ સંબધિત સંબંધ છે. જે મેહુલ ચોક્સીની હોટ ગર્લફ્રેન્ડ બબારા જરાબિકા એક ઘણી આલીશાન લાઈફ જીવે છે. તે લક્ઝરી યોટ દ્વારા દરિયાની લહેરો પર મોજ કરતી રહે છે. જે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી જાણી શકાય છે. બબારા જરાબિકા પોતાને ટ્રાવેલ બિઝનેસ અને સ્પોર્ટસની શોખીન જણાવે છે.

મેહુલ ચોક્સીએ પીએનબીને લગાવ્યો 13500 કરોડનો ચૂનો

મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે 13500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. જયારે નીરવ મોદી લંડનની એક જેલમાં બંધ છે અને તે ભારતને પ્રત્યર્પિત કરવા સામે કેસ લડી રહ્યો છે. અને મેહુલ ચોક્સીએ 2017 માં એન્ટિગા એન્ડ બરબુડાની નાગરિકતા લઈ લીધી હતી અને જાન્યુઆરી 2018ના પહેલા સપ્તાહમાં ભારતથી ભાગી ગયો હતો. તે પછી આ કૌભાંડ સામે આવ્યું હતું. બંને સામે સીબીઆઈ તપાસ કરી રહી છે.

Scroll to Top