દેશમાં કોરોનાને કારણે લોકોના નોકરી ધંધા પડી ભાદ્યા છે. અને રૂપિયા કમાવા માટે અવનવા ધંધા લોકો કરી રહ્યા છે. ગુજરાતમાં પણ અમુક યુવકો દારૂની હેરાફેરીને રૂપિયા કમાવા લાગ્યા હતા. તેવો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે વધુંમાં આંધ્રપ્રદેશની અંદર એનાથી પણ વધારે ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આધ્ર પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે કે જે સાડીના વેપાર કરતી હતી. જોકે તે સાડીનો વેપાર માત્ર નામ માટે કરી રહી હતી કારણકે તે સાડીના વેપારની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરી રહી હતી. અનેક યુવતીઓને તેણે આ ધંધામાં શામેલ કરી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ મહિલાની દુકાને પહોચી હતી. અને પોલીસે મહિલાનો પર્દાફાશ કર્યો હતો.
ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો આ ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશના ગુંટર જિલ્લામાં જ્યા એક મહિલા યુવતીઓને ભેગી કરીને ભર બજારમાં સાડીના વેપારની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવી રહી હતી. પોલીસે સ્થળ પર રેડ કરીને મુખ્ય આરોપી મહિલા સહિત ત્રણ વિધવા મહિલાઓની ધરપકડ કરી છે કે જેઓ આ ધંધામાં સંકળાયેલી હતી.
પોલીસને આ મામલે જાણ થતા પોલીસ પણ ડમી ગ્રાહક બનીને દુકાને ગઈ હતી. જ્યા મુખ્ય આરોપી મહિલાએ પોલીસને લાલચ આપીને મહિલા પાસે મોકલયો હતો. પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરી તો જાણવા મળ્યું કે તેણે એવી મહિલાઓ ધંધામાં ધકેલી છે કે જેઓ વીધવા છે. અને તેમની મજબૂરીનો લાભ લઈને મહિલાએ બધીજ મહિલાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી.
માહિતીની ખાતરી કર્યા બાદ પોલીસે તેના નિવાસસ્થાને દરોડા પાડ્યા અને મુખ્ય આપી મહિલા સહીત અન્ય ત્રણ યુવતીઓને પણ ઝડપી પાડી હતી. સાથેજ પોલસે તેમની પાસેથી મોબાઈલ અને તેમના વ્હીકલ પણ કબ્જે કર્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી મહિલા એક નાનકડો સાડીનો સ્ટોલ ચલાવે છે. અને તેનો પતિ ખાનગી ટ્રાવેલ્સમાં નોકરી કરે છે. તેને પહેલાથી રૂપિયાની લાલચ હતી. જેથી તે સાડીના ધંધાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવી રહી હતી.