ગાજીયાબાદમાં નરાધમ પિતા હેવાન બન્યાની ઘટના સામે આવી છે. ગાજીયાબાદ શહેરમાં એક પિતાએ જ પોતાની સગી દીકરી પર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમા હાહાકાર સર્જાઈ ગયો છે. દીકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને પિતા પર રેપનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ધોરણ-10 માં ભણનારી દીકરી સાથે તેના પિતાએ જ રેપ કર્યો હતો. જ્યારે આ વાત ત્યારે સામે આવી, જ્યારે સગીરાને પેટમાં દુઃખાવો ઉપડયો ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. ત્યાર બાદ તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે.
જ્યારે સગીરાની આપવીતી તેના પરિવારના લોકોને જણાવી અને બાદમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી હતી. ખોડા પોલીસ સ્ટેશનના અધિકારી મોહમ્મદ અસલમે કહ્યું છે કે, સગીરાની ફરિયાદ બાદ આરોપી પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવીને આ મામલે સીડબલ્યૂસીને પણ જાણ કરાઈ છે.
નોંધનીય છે કે, સગીરાની ફરિયાદ મુજબ, તેના પિતા સગીરાને ઘરમાં એકલી જોઈને મહિનાઓ સુધી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. તેના પિતાએ આ વાતની જાણ કોઈને કરવાની ના પાડી હતી. જ્યારે આરોપી પિતાએ અનેકવાર તેની દીકરીને ધમકી પણ આપી હતી. તેમ છતાં, ડોક્ટરના રિપોર્ટ બાદ સગીરા ગર્ભવતી થઇ હોવાની જાણકારી સામે આવી છે. પોલીસ દ્વારા આરોપી પિતા જે સમોસાની દુકાન ચલાવે છે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.