ઇન્ટરનેટ ચોંકાવનારા અને આશ્ચર્યજનક વીડિયોથી ભરેલું છે. ઘણીવાર નવા-નવા અને અજીબોગરીબ વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોયા બાદ પણ આપણે આપણી આંખો પર વિશ્વાસ નથી કરતા. આવો જ એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેના વિશે તમે પણ વિચારતા હશો. આ વીડિયો એક ખૂબ જ ઉંચી દિવાલ પર ચડી રહેલો એક બકરીનો છે, જાણે કે તે હવામાં ઉડીને દીવાલ સુધી પહોંચી ગયો હોય. બકરીની આ સ્ટાઈલ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોને આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે, જેને આગળ વધવાની ધગશ છે તેણે કોઈ નથી રોકી શકતું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એકદમ ઉંચી દિવાલ પર એક બકરી એક ઝટકામાં ટોચ પર પહોંચે છે. તે એવી રીતે ચઢે છે જાણે કે તેને ઉડાડવામાં આવી હોય.
जिसमें ज़िद है आगे बढ़ते जाने की,
उसे परिस्थितियां क्या खाक रोकेंगी! pic.twitter.com/Tt5C0BDjFw— Dipanshu Kabra (@ipskabra) January 24, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીહજારો વ્યૂ મળી ચૂક્યા છે. વીડિયો પર ઘણી બધી કમેન્ટ્સ આવી રહી છે.