દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને કહ્યું, ‘પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે, હવે ઓક્સિજનની વ્યવસ્થા કરો’

દિલ્હી હાઈકોર્ટે શનિવારે કોવિડ મહામારીના બીજી લહેર વચ્ચે રાષ્ટ્રીય પાટનગરમાં મેડિકલ ઓક્સિજનના અભાવને લઈને કેન્દ્રને ઠપકો આપ્યો હતો અને તેને જીવનરક્ષક ગેસની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે હવે પાણી માથા ઉપરથી જતું રહ્યું છે, ભલે ગમે તે હોય, પરંતુ અત્યારે જ વ્યવસ્થા કરો.

કોર્ટ મહામારીના સંબંધમાં એક અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજી આરોગ્યની માળખાગત બાબતે દાખલ કરવામાં આવી હતી અને મહામારી સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.

ઓક્સિજનના અભાવને કારણે દિલ્હીની બત્રા હોસ્પિટલના ડૉક્ટર સહિત આઠ કોવિડ દર્દીઓનાં મોતને જોતાં હાઈકોર્ટે કહ્યું, “પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. તમારે હવે બધુ વ્યવસ્થિત કરવું પડશે.” કોર્ટે આ અગાઉ રાષ્ટ્રીય પાટનગરના મહરૌલી વિસ્તારમાં બત્રા હોસ્પિટલમાં કરુણ ઘટના અંગે નિવેદનો નોંધ્યા હતા.

એક અઠવાડિયામાં આ બીજી વખત એવું બન્યું હતું કે હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજનની અછતના રિપોર્ટ સામે આવ્યા હતા. હાઈકોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે ભલે ગમે તે હોય. દિલ્હીમાં 490 મેટ્રિક ટન ઑક્સિજનની સપ્લાય કરવામાં આવે.

હાઈકોર્ટે કહ્યું, “અમે કેન્દ્રને નિર્દેશ આપીએ છીએ કે દિલ્હીને આજે તેની 490 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય મળે. દિલ્હી એક ઔદ્યોગિક રાજ્ય નથી, તે ક્રાયોજેનિક ટેન્કર નથી.” કોર્ટે કહ્યું, “આઠ લોકો મરી ગયા છે શું આપણે દિલ્હીમાં મરી ગયેલા લોકો તરફ આંખો બંધ કરી દઈએ?”

કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો કે જો તે દિલ્હીની હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવામાં નિષ્ફળ જાય તો તે સોમવાર સુધીમાં પોતાનો ખુલાસો રજૂ કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઓક્સિજન ટેન્કરની પણ વ્યવસ્થા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.

Scroll to Top