દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, વરસાદ પડવાની શક્યતા

પર્વતીય વિસ્તારોમાં સતત હિમવર્ષા અને દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વરસાદને કારણે ઠંડી વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. સાથે જ મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હી, યુપી, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

આજે ચંદીગઢમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. વાદળછાયું વાતાવરણ રહેશે અને થોડો સમય વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની વાત કરીએ તો આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેશે. બીજી તરફ મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

આજે ઉત્તરાખંડના દેહરાદૂનમાં પારો ગગડશે. લઘુત્તમ તાપમાનનો પારો 6 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જઈ શકે છે. જયારે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે. જોકે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. તે જ સમયે, મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. શહેરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુની વાત કરીએ તો અહીં આજે ઠંડી પડી શકે છે. અહીં લઘુત્તમ તાપમાન ઘટીને 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી છે.

યુપીની રાજધાની લખનઉમાં આજે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આજે વાદળછાયા વાતાવરણની સાથે શહેરમાં વરસાદની સંભાવના છે. લેહનું લઘુત્તમ તાપમાન માઈનસ આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. મહત્તમ તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. હિમાચલ પ્રદેશના શિમલામાં લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આજે અહીં પણ વરસાદ પડી શકે છે. આજે શ્રીનગરમાં લઘુત્તમ શૂન્ય ડિગ્રી અને મહત્તમ છ ડિગ્રી તાપમાન રહી શકે છે.

આગામી 24 કલાકમાં અહીં વરસાદ અને હિમવર્ષા થઈ શકે: આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી છે. દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. જયારે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ કરા પાડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

Scroll to Top