કન્યાને ખબર પડી કે વર અભણ છે, સાત ફેરા પહેલા કરી નાખ્યું એવું કામ કે જાણીને તમે પણ કરશો વખાણ!

મહારાષ્ટ્રમાં થોડા દિવસ પહેલા એક દુલ્હને એ કારણે લગ્ન તોડી નાખ્યા કે વર નશામાં હતો અને એને એ જ દિવસે બીજા કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. આવો જ વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં વર-કન્યા વચ્ચે તુ-તુ, મૈં-મેં થઈ જાય છે અને આ પછી કન્યા લગ્ન કરવાનો ઇનકાર કરી દે છે કારણ કે વર શિક્ષિત નથી હોતો.

આ કારણે કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનએ કોઈપણ કિંમતે વર સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ક્લિપમાં વર અને દુલ્હન, હાથમાં વરમાળા સાથે સ્ટેજ પર ઉભા છે. વરમાળા સમારોહ દરમિયાન, વરરાજા તેની વરમાળા કન્યાના ગળામાં પહેરાવે છે, પરંતુ કન્યા માળા પહેરવાનો ઇનકાર કરે છે. પછી તે સ્ટેજ પરથી દરેકને જાહેર કરે છે કે તે વર સાથે લગ્ન નહીં કરે કારણ કે તે અભણ છે અને પોતે B.Ed કરી રહી છે.

વર હતો અભણ, ગુસ્સામાં કન્યાએ તોડી નાખ્યા લગ્ન

જ્યારે સ્ટેજની નજીક ઉભેલા એક વ્યક્તિએ પૂછ્યું કે તે વર સાથે લગ્ન કેમ નથી કરવા માંગતી તો કન્યાએ કહ્યું, ‘હું ભણેલી છું. હું B.Ed કરું છું. તે સાવ અભણ છે. શું હું તેની સાથે ખુશ રહી શકું? તમે મને કહો? હું તેની સાથે લગ્ન ન કરી શકું.’ ભીડમાંથી એક માણસ પછી કન્યાને પૂછે છે કે તેણે પહેલા તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કેમ ન કર્યો. તેણે જવાબ આપ્યો કે તેના પિતા પૈસા માટે તેને તે પુરુષ સાથે લગ્ન કરવા દબાણ કરતા હતા. પછી કન્યાને વધુ પ્રશ્નોનો સામનો કરવો પડે છે પરંતુ તેણે પુનરોચ્ચાર કર્યો કે તેને એક એવો પુરૂષ જોઈએ છે જે તેની સમાન હોય અને તેની સાથે અંગ્રેજીમાં વાત કરી શકે.

શું છે આ વીડિયો પાછળનું સત્ય

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘bridal_lehenga_designn’ પેજ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. તેને 44,000 થી વધુ વખત જોવામાં આવી છે અને લગભગ બે હજાર લાઈક્સ મળી છે. બની શકે છે કે વાયરલ વીડિયો કોઈની રિયલ લાઈફનો ન હોય પરંતુ કોમેડી સીનનો એક ભાગ હોય, કારણ કે આ પહેલા પણ આવા ઘણા વીડિયો આવી ચૂક્યા છે. આ વીડિયો જોયા બાદ લોકો એવું પણ કહી રહ્યા છે કે વર-કન્યા વચ્ચેની લડાઈનો આ વીડિયો ફેક છે અને તેમાં એક્ટિંગ સ્પષ્ટ દેખાઈ રહી છે. હાલ આ મામલો ક્યાંનો છે અથવા આ વીડિયો પાછળનું સત્ય શું છે તેની પુષ્ટિ થઈ નથી.

Scroll to Top