સાપ્તાહિક રાશિફળ: 7 થી 13, આ 4 રાશિઓ માટે જેકપોટ સમાન છે આ સપ્તાહ

નવા શરુ થયેલા ઓક્ટોમ્બર મહિનામાં રાશિ પ્રમાણે સમય કેવો રહેવાનો છે તે જાણો, આ મહિનામાં માં દુર્ગા ની કૃપા ઘણી રાશિઓ વરસી રહી છે. તમારી રાશિ પ્રમાણે અઠવાડિયું કેવું રહેવાનું છે.આ અઠવાડિયે તમારા જીવનમાં ઘણા બધા ફેરફાર થઈ શકે છે. ગ્રહ નક્ષત્રોની ચાલથી તમારી લવ લાઈફ પર પણ અસર પડશે. ક્યાંક કોઈના જીવનમાં પ્રેમ જ પ્રેમ છે તો કોઈને હજુ થોડું ધૈર્ય રાખવું પડશે.

મેષ રાશિ.

મેષ રાશિ ના જાતકો જીવસાથીનો ભરપૂર સહયોગ મળવાનો છે. લાભના નૂતન અવસરોનું સર્જન થશે. અઠવાડિયાની મધ્યમાં ચિંતાઓમાં વધારો થઈ શકે છે. આ દરમિયાન થોડી સાવધાની રાખવી પડશે, જેથી કષ્ટ અને તકલીફોથી રક્ષા મળશે.

અઠવાડિયાનો અંત સુખદ રહેશે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે અને શત્રુ નિર્બળ બનશે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે.પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ રહેશે અને મન અનુસાર ફેરફાર પણ થતા રહેશે. આ આખું અઠવાડિયું રોમાન્ટીક રહી શકે છે અને તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે. જો બેદરકારી નહીં રાખો તો જીવન સુખમયી રહેશે. ભગવાનની કૃપાથી તમારી રિલેશનશિપ મજબૂત રહેશે.

વૃષભ રાશિ.

વૃષભ રાશિના જાતકો માટે તમે લાંબા સમયથી તમારી કાર્ય સિદ્ધિની રાહ જોઈ રહ્યા છો, આ અઠવાડિયામાં તમારી મનોકામના પૂર્ણ થશે. અઠવાડિયાની શરુઆતમાં સારી સફળતા પ્રાપ્ત થશે. અઠવાડિયાની મધ્યમાં સમય સામાન્ય રહેશે.

કોઈ પ્રિય વ્યક્તિના અપમાનથી તમારું મન વ્યથિત થઈ શકે છે. લવ લાઈફમાં અઠવાડિયાની શરૂઆતમાં જ પ્રેમ વધશે અને જીવનમાં સુખદ અનુભવ રહેશે. લગ્નનો પણ યોગ તમારામાંથી કેટલાક માટે બની રહ્યો છે. અઠવાડિયાના અંતમાં સુખ તથા શાંતિ જીવનમાં આવશે. તમે પોતાના સાથી સાથે કોઈ જગ્યાએ શિફ્ટ થવાનું વિચારી શકો છો.

મિથુન રાશિ.

મિથુન રાશિ ના જાતકો આ અઠવાડિયું તમારા માટે મંગળકારી અને શુભ સાબિત થવાનું છે. અઠવાડિયાની શરુઆતમાં આનંદ-પ્રમોદમાં વ્યસ્ત રહેશો. ઉત્સવ અને સમારોહમાં ભાગ લેશો, જેથી મન પ્રસન્ન રહેશે. અઠવાડિયાની મધ્યમાં કાર્યની વ્યસ્તતાના કારણે પરિવારને સમય નહીં આપી શકો. મહત્વપૂર્ણ યાત્રાઓની તક મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે.

મોટા વડીલોના આશીર્વાદથી તમારી લવ લાઈફમાં સુખદ અનુભવ લઈને આવશે. તમે પોતાની લવ લાઈફમાં એક નવા વિચાર સાથે આગળ વધશો અને પોતાની મનનું અનુસરણ કરશો. બીજાના વિચારોને સન્માન કરવાનું શીખો ત્યારે જ પ્રેમ મજબૂત થશે. અઠવાડિયાના અંતમાં ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી શકો.

કર્ક રાશિ.

કર્ક રાશિ ના જાતકો આ અઠવાડિયું તમારા માટે બેલેન્સવાળું રહેવાનું છે.જ્યાંથી લાભ થશે ત્યાં હાનિ થવાનો યોગ બનેલો છે, શત્રુઓનું ષડ્યંત્ર વિફળ રહેશે, નિયમિત આવકથી ધન લાભ થશે. દુર્ઘટનાઓને ભય છે, માટેઃ યાત્રા સ્થગિત કરો.

અઠવાડિયાના અંતમાં કોઈના પર નિર્ભર રહેવું હાનિ પહોંચાડી શકે છે.પ્રેમ સંબંધમાં ઈનસિક્યોરિટી વધી શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં તમે આંતરિક રીતે વધારે કષ્ટમાં રહી શકો. જે પ્રકારની ખુશીઓ તમે ઈચ્છો છો તેને પ્રાપ્ત કરવામાં સમય લાગશે. અઠવાડિયાના અંતમાં કરાયેલા પ્રયાસો તમારા જીવનમાં ભવિષ્યમાં સુખદ સમય પસાર કરશો.

સિંહ રાશિ.

સિંહ રાશિ ના જાતકો આ અઠવાડિયે નિરાશા મળી રહી છે. આ સમયમાં ભાગીદારીનો નિર્ણય કરતી વખતે સાવધાની રાખવાની જરુર છે. તમારા માન સન્માનની ચિંતા કરતો કારણ કે શત્રુ તમને નીચા દેખાડવાનો ભરપૂર પ્રયાસ કરી શકે છે.

કોઈ કાર્યમાં બેદરકારી અને ઉતાવળથી બચવું, પરિવારના સુખમાં ઘટાડો થઈ શકે છે. કોઈ બહારની વ્યક્તિના હસ્તક્ષેપથી મન ચિંતામાં રહી શકે અને પ્રેમ સંબંધમાં પણ મુશ્કેલી વધી શકે. દાત સંબંધિત કોઈ તકલીફ તમારા બેમાંથી એકને થઈ શકે. અઠવાડિયાના અંતમાં સુખદ અનુભવ રહેશે. તમે પોતાના જીવનસાથી સાથે કોઈ રમણીય સ્થળે ફરવાનું મન બનાવી શકો.

કન્યા રાશિ.

કન્યા રાશિ ના જાતકો અઠવાડિયાની શરુઆતમાં ધન-લાભ અને સફળતા તમને રાહ જોવડાવશે, કર્મ કરતા જાવ, ભાગ્ય તમારા પર મહેરબાન રહેશે. અઠવાડિયાના અંતિમ 3 દિવસ બિનજરુરી વાદ-વિવાદથી બચવાનો પ્રયાસ કરો, કોઈ વ્યક્તિ તમારા પર તથ્ય વગર આરોપ લગાવી શકે છે, માટે અઠવાડિયાના અંતમાં વિશેષ સતર્કતા રાખવી પડશે.

અઠવાડિયાની શરૂઆતમાં સુખદ અનુભવ રહેશે અને તેમને વધારે અટેન્શન મળવાનું છે. જોકે વીકના અંતમાં કેટલીક પરેશાનીઓ થઈ શકે. જો કોઈ વાતને અનુકૂળ ન સમજો તો પોતાના વિચાર ખાસ સામે મૂકો, ત્યારે જ શાંતિ અનુભવશો.

તુલા રાશિ.

તુલા રાશિ ના જાતકો આ અઠવાડિયું તમારા માટે મંગળકારી છે,માત્ર અઠવાડિયાના અંતિમ કેટલાક દિવસ ચિંતાઓ લઈને આવી શકે છે. ગ્રહ-ગોચર અઠવાડિયાના પ્રારંભમાં યોગ્ય નિર્ણયની પ્રેરણા આપી રહ્યા છે. ધન પ્રાપ્તિ અને મિત્રોનો ભરપૂર સાથ મળશે.

અઠવાડિયાના અંતિમ દિવસમાં માનસિક, આર્થિક રીતે થોડી સાવધાની રાખવી પડશે.તમે પોતાના સાથી સાથે શાંત-એકાંત સમય પસાર કરવાનું પસંદ કરશો. તમારું મન ધાર્મિક સમારોહમાં લાગેલું રહેશે. અઠવાડિયાના બીજા ચરણમાં કોઈ શુભ સમારોહમાં શામેલ થઈ શકો. લગ્ન વગેરેના શુભ સમાચાર મળી શકે છે. અઠવાડિયાના અંતિમ પડાવમાં તમારા પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ રહેશે અને લવ લાઈફ રોમાન્ટિક રહેશે.

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિ ના જાતકો અઠવાડિયાની શરુઆતમાં ચિંતા રહેશે, શરુઆતના બે દિવસ ખર્ચ વધારે રહેશે, શત્રુ પ્રબળ રહેશે, માટે તમારા મહત્વપૂર્ણ કાર્યને અઠવાડિયાની મધ્યમાં કરશો તો લાભ મળશે. અઠવાડિયાની શરુઆતના બે દિવસ છોડીને બાકીના દિવસો મંગળકારી સાબિત થશે.

યોજાઓ સફળ થતી જશે.અઠવાડિયાની શરૂઆતમાં તમારી રોમાન્ટિક લાઈફમાં ધીમે-ધીમે શાંતિ આવશે. અઠવાડિયાના અંતિમ ચરણમાં કોઈ વૃદ્ધના કારણે મન ચિંતામાં રહી શકે અને લવ લાઈફમાં મુશ્કેલી આવી શકે. સાથે જ થોડી બેચેની અનુભવી શકો છો, જેનાથી પરેશાની વધી શકે.

ધન રાશિ.

ધન રાશિ ના જાતકો લાભ તમારી રાહ જોઈ રહ્યો છે,જૂની યોજનાઓ અઠવાડિયાની શરુઆતમાં તમને શુભ ફળ અપાવી શકે છે. અઠવાડિયાની મધ્યમાં ખર્ચ વધી શકે છે. કોઈ બીજાના કાર્યમાં માથું ના મારશો નહીં તો નુકસાન થશે. અઠવાડિયાનો અંત સુખદ રહેશે, માન સન્માનમાં વૃદ્ધિનો યોગ છે.

અઠવાડિયાની શરૂઆતમાં મનમાં ચિંતાઓ થઈ શકે છે અને જીદમાં આવીને પાર્ટનર તમારી સાથે વાત નહીં કરી શકે. અઠવાડિયાના બીજા ચરણમાં તમારા માટે શુભ સ્થિતિઓ બનતી જશે અને સમય રોમાન્ટિક હશે. અઠવાડિયાના અંતમાં તમને કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે અથવા કોઈ ગિફ્ટ મળી શકે છે.

મકર રાશિ.

મકર રાશિ ના જાતકો અઠવાડિયાની શરુઆત અનુકૂળ રહેશે, મનમાં જે ભય હશે તેમાં ઘટાડો થશે.સહયોગી દ્વારા મળેલી સહાનુભૂતિથી આત્મબળ વિકસિત થશે. કોઈ શુભ સમાચારથી મન પ્રસન્ન રહેશે. અઠવાડિયાના અંતિમ 3 દિવસ થોડી સાવધાની રાખવી પડશે. વાદ-વિવાદમાંના ઉતરવાની સલાહ આપવામાં આવે છે.

આ અઠવાડિયું રોમાન્ટિક રહેશે અને આ મામલામાં ક્યાંકથી મદદ પ્રાપ્ત થઈ શકે છે. તમે પોતાના પાર્ટનર સાથે કોઈ સારી જગ્યાએ શિફ્ટ થવાનું મન બનાવી શકો અથવા પછી પ્રોપર્ટી વગેરેમાં રસ લઈ શકો. અઠવાડિયાના અંતમાં કોઈ વાતને લઈને મન પરેશાન રહી શકે છે.

કુંભ રાશિ.

કુંભ રાશિ ના જાતકો આખા અઠવાડિયા દરમિયાન શુભ ઘટનાઓનું સર્જન થશે. માત્ર અંતિમ બે દિવસ થોડી સાવધાની રાખવી પડશે. અઠવાડિયાની શરુઆતમાં ગ્રહ-ગોચર તમારા માટે અનુકૂળ સાબિત થશે. મા લક્ષ્મીનો સાથ મળશે. વિચારેલા કામમાં સફળતા મળશે. મિત્રોના સહયોગથી નવા વિચારો પર કાર્ય કરવાથી લાભ થશે.

આ અઠવાડિયે પોતાના પાર્ટનર સાથે આઉટિંગને અન્જોય કરશો. જીવનમાં કોઈ ફેરફાર આવશે, જેનાથી શુભ સ્થિતિઓ બનવાની શરૂ થશે. સંયમ સાથે કામ કરશો તો જીવનમાં સુખ-શાંતિ અનુભવશો. તમે પોતાના પાર્ટનર સાથે શોપિંગ વગેરેમાં જઈ શકો છો.

મીન રાશિ.

મીન રાશિ ના જાતકો અઠવાડિયાની શરુઆતમાં સાવધાની રાખવી જરુરી, વાહન ધીમે ચલાવો, ઘાયલ થઈ શકો છો અથવા કોઈ વ્યક્તિ છળકપટ કરી શકે છે. અઠવાડિયા દરમિયાન ભાગ્યનો સાથ મળે. તમારા કાર્યો પ્રમાણે લાભ મળશે.

અઠવાડિયાના અંતિમ દિવસોમાં શુભ સૂચના કે ધન લાભ થઈ શકે છે.પ્રેમ સંબંધમાં વાતચીત દ્વારા સ્થિતિઓ સુધરશે. જીદ કરવા પર તમને જ નુકસાન થશે. જોશમાં આવીને કોઈ નિર્ણય ન લેશે નહીંતર તમને જ નુકસાન થઈ શકે. અઠવાડિયાના અંતમાં એક જ દ્રષ્ટિકોણને લઈને મન ચિંતામાં રહી શકે. તમે પાર્ટનર સાથે ક્યાંક બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top