તમારા મિત્રો અને શુભચિંતકોને આપો ગણેશચતુર્થીની શુભકામનાઓ, આ રહયા 8 બેસ્ટ મેસેજ

આવતીકાલ થી ગણેશ મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાશે ત્યારે ઘણીવાર આપણાને દોસ્તોને શુભેચ્છાઓ આપવા મેસેજની જરૂર પડતી હોય છે તો આપને અહીં આજે 8 મેસેજ અમે બતાવીશું આ મેસેજ દ્વારા પાઠવો શુભકામના.

ગણેશ ચતુર્થી પર તમે તમારા મિત્રો પરિવારજનોને શુભકામના સંદેશમાં પાઠવવા માટે નીચે આપેલા મેસેજ મોકલી તેમના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધીની કામના કરી શકો છો.

ગણેશ-ચતુર્થીની શુભકામના

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ ।

નિર્વિઘ્નમ્ કુરુ મેં દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥

ગણેશજીના તમામ ભક્તોને ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભકામના.

વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના…

ગણેશની જ્યોતિથી નૂર મળે છે, બધાના દિલોને સૂરુર મળે છે, જે પણ જાય છે ગણેશને દ્વાર, કંઈક ને કંઈક જરૂર મળે છે, આવો શ્રી ગણેશ કરીયે.

શુભકામનાઓની રીતનું, જીવનના મધુર સંગીતનું, સમાજના સન્માનનું, પ્રક્રુતિના ગુણગાનનું, શિક્ષણની આશાનું, અધિકારોના વિજયનું, અપરાધોના અંતનું, ખુશીઓના નવા પંથનું, વિઘ્નહર્તાના આગમન પર ઉત્સવના આનંદનું. ગણેશ ચતુર્થીની શુભકામના

ૐ ગં ગણપતેય નમો નમઃ, શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, ગણપતિ બાપ મોરિયા, શ્રી ગણેશ ચતુર્થીની સર્વેને શુભકામના.

આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના

તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય, બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના.

ગણેશ ચતુર્થીની શુભેચ્છા, ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા

❛ભગવાન ગણેશ આપણા માર્ગદર્શક અને રક્ષક છે. તે હંમેશા તમને મહાન શરૂઆત કરવા મદદ કરે અને તમારા જીવન ના અવરોધો દૂર કરીને તમારા જીવન ને સમૃદ્ધ કરે એવી શુભકામના.❜

ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top