ટીએમસી ના નેતાના ઘરે થી ઇવીએમ અને વીવીપેટ સ્લીપ મળી આવી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે મંગળવારે ઉલુબેરિયા માં ટીએમસી ના એક નેતાના ઘરે થી ઇવીએમ અને વીવીપેટ સ્લીપ મળી આવી છે. ન્યુઝ એજન્સી એનઆઈએ ના રિપોર્ટ મુજબ સેક્ટર ઓફિસર તપન સરકાર ઇવીએમ અને વીવીપેટ લઈને ટીએમસી નેતા ના ઘરે ગયા હતા. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે સેક્ટર ઓફિસર તપન સરકારને સસ્પેન્ડ કરી દીધા છે. અને ઈ.વી.એમ મશીનને મતદાન પ્રક્રિયા થી દૂર કરવામાં આવ્યા છે.

હાવડા ના ઉલુબેરિયા ની ઉત્તર સીટ ના સેક્ટર 17 ના સેક્ટર ઓફિસર તરીકે તપન સરકાર ની નિમણૂક કરવામાં આવી હતી. આ અધિકારી ઇવીએમ અને વીવીપેટ લઈને તેમના એક સગાના ઘરે ચાલ્યા ગયા હતા, તેમના આ સગા ટીએમસી ના નેતા છે.

જાણકારી પ્રમાણે રાત્રે તપન સરકાર આ નેતાના ઘરે જ સુઈ ગયા હતા. ચૂંટણી પંચે જણાવ્યું કે તપન સરકારની આ હરકત નિયમોની વિરુદ્ધ છે. ચૂંટણી પંચે આ અધિકારીને તરત જ સસ્પેન્ડ કરી નાખ્યા હતા અને તેનાથી પણ વધારે સજા આપી શકે તેવી શક્યતા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે 1 એપ્રિલના દિવસે પશ્ચિમ બંગાળ અને આસામમાં થયેલા બીજા ચરણના મતદાનમાં પણ વિવાદ ઊભો થયો હતો. અસમ ના કરીમગંજ માં એક બીજેપીના કેન્ડિડેટ ની કારમાંથી ઇવીએમ મશીન મળી આવ્યા હતા, જે મતદાન બાદ સ્ટ્રોંગરૂમમાં લઈ જવાના હોય છે. આ વિવાદ સામે આવતા ચૂંટણી પંચે આ માટે જવાબદાર ચાર ઓફિસરોને સસ્પેન્ડ કરી દીધા હતા.

પશ્ચિમ બંગાળમાં ત્રીજા રાઉન્ડમાં 31 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી આયોગના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે એક સેક્ટર ઓફિસર ટીએમસી ના નેતા ના ઘરે સુવા માટે ચાલ્યા ગયા હતા કે જે તેમના સગા થતા હતા. તેમની સાથે ઇવીએમ મને વીવીપેટ પણ હતા. આ સમગ્ર મામલો બહાર પડતા નેતા ના ઘરની આસપાસ ગામના લોકો ભેગા થઇ ગયા હતા અને પ્રદર્શન શરુ કર્યું હતું. ત્યારબાદ પોલીસે ભીડને દૂર કરી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top