ગૃહમંત્રી અમિતશાહે મમતા બેનરજી પર કર્યા પ્રહાર, કહ્યું એક જાતી નહી સમગ્ર બંગાળ તમને હરાવશે

એકતરફ કોરોનાને કારણે દેશમાં લોકો હેરાન પરેશાન છે ત્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ છે આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં બરાબરની ટક્કર થવાની છે ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર નીશાન સાધ્યું છે સાથેજ તેમણે એવો દાવો કર્યો છે કે આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થશે.

તેમણે બંગાળમાં કોરોના મુદ્દે, નાગરીકતાના કાયદા મુદ્દે અને ખેડૂતોના કાયદા મુદ્દે વાત કરી હતી સાથેજ તેમણે એવું પણ કહ્યું કે પંજાબમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે મમતા બેનર્જીએ પણ બીજેપી પર આકરા પ્રહાર કર્યા જેમા તેણે એવું કહ્યું હતું કે બીજેપી બહારની પાર્ટી છે.

આ મામલે ગૃહમંત્રીએ એવું કહ્યું કે અમારે કોઈને કશું કહેવાની જરૂર નથી. સાથેજ તેમણે કહ્યું કે બંગાળના લોકોએ પહેલાથીજ બધું નક્કી કરી લીધું છે વધુંમાં તેમણે મમતા બેનર્જીના શબ્દો પર પ્રહાર કરતા કહ્યું કે તેમની વાત પર જો ભાર આપવામાં આવે તો રવિન્દ્રનાથ ટાગોર ઉત્તરપ્રદેશ માટે બહારના છે સાથેજ સુભાષચંદ્ર બોઝ પણ તેલંગાણા અને તમિલનાડું માટે બહારના છે.

ગૃહમંત્રીએ એવી સ્પષ્ટતા પણ કરી કે ભાજપની જીત બાદ બંગાળના મુખ્યમંત્રી પણ બંગાળનાજ હશે જોકે તેમણે  હજુ સુધી મુખ્યમંત્રી પદ પર કોણ બેસસે તે મામલે હજુ સુધી કોઈનું નામ જાહેર નથી કર્યું સાથેજ તેમણે એવું પણ કહ્યું કે લોકો એવું પણ કહે છે કે બંગાળમાં જીક મેળવવા અમે જાતિવાદની રાજનતી કરી રહ્યા છે પરંતુ પરિણામ આવશે ત્યારે દીદી હારશે અને તેમને બધી ખબર પડી જશે.

અમિતશાહને એ વાત પર પુરો વિશ્વાસ છે કે આ વખતે બંગાળમાં બિજેપી જીતવાની છે સીએએને લઈને તેમણે કહ્યું કે આ દેશની હીત માટેનો એક કાયદો છે જેને લાગુ કરવામાં આવશે. સાથેજ તેમણે કહ્યું આ કયાદો દેશની ભલાઈ માટે બનાવામાં આવી રહ્યો છે. ઉપરાંત તેમણે કહ્યું લોકોને કાયદા વીશે અંધારામાં ન રાખી શકાય તેને લાગુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કૃષીકાયદાને લઈને ખેડૂતોએ ભારે પ્રદર્શન કર્યું હતું . જેના કારણે બીજેપીની લોકોએ ઘણી ટીકા કરી હતી. આ પ્રદર્શનમાં મોટા ભાગે પંજાબ અને હરિયાણાના ખેડૂતો જોડાયા હતા. જેના કારણે પંજાબમાં બીજેપીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પરંતુ સમગ્ર મામલે તેમણે કહ્યું કે કૃષિ કાયદો ખેડૂતોની ભલાઈ માટે છે. સાથેજ તેમણે કહ્યું કે કાયદા વીશે લોકો એક દીવસ જરૂરથી સમજીને તેને આકારી લેશે.

Scroll to Top