India

બકરીએ 8 પગવાળા લવારુંને આપ્યો જન્મ, જોવા માટે ઉમટ્યા લોકોના ટોળા

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાઓમાંથી એક અવિશ્વસનીય કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય કે શું આવું પણ થઇ શકે છે. જો કે અહીં એક બકરીએ એક વિચિત્ર તેના બાળક લવારુંને જન્મ આપ્યો છે, જેને ચાર નહીં પણ પરંતુ 8 પગ છે. લોકોને આ બકરીના જન્મ વિશે ખબર પડતા જ બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેને જોવા માટે ભીડ થવા લાગી હતી.

પહેલી વાર જોયો આવો કિસ્સો

આ સમગ્ર મામલો બાવડ પંચાયતના કાલમેઘા વિસ્તારનો છે. અહીં રહેતા સરસ્વતી મંડળની બકરીએ બે લવારાઓને જન્મ આપ્યો હતો. તેમાંથી એક લવારું સંપૂર્ણં બરાબર છે, પરંતુ બીજા લવારાના 8 પગ હોવાનું સામે આવ્યું છે. આને જોઈને, પહેલા તો તે ડરી ગઈ, કારણ કે સામાન્ય રીતે તે જે પ્રાણીઓને પાળતી આવી રહી છે જેમ કે ગાય અને બકરાની તેમના ચાર જ પગ હોય છે. પરંતુ પહેલી વાર કોઈ બકરીના બાળકના 8 પગ જોયા.

થોડા જ કલાકોમાં બકરીના લવારુંનું થયું મૃત્યુ

જો કે, ગુરુવારે જન્મેલા આ લવારું લાંબા સમય સુધી જીવી શક્યું ન હતું. તે જન્મ પછીના થોડા જ કલાકોમાં મુત્યુ પામ્યું હતું. જ્યારે બકરીનું બીજું બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. ગામલોકો જણાવે છે કે આવું દૃશ્ય અમે પહેલીવાર જોયું છે. આ પહેલાં ક્યારેય પણ 8-પગવાળા બકરીના લવારા વિશે સાંભળ્યું ન હતું.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker