આજનો લેખ અવસ્ય વાંચજો અને તમને આ લેખ ખૂબ ગમશે. અમે તમને થોડા શબ્દો ઘ્વારા સમજાવા માંગીએ છે. અવસ્ય પૂરેપૂરો લેખ વાંચજો અને સેર કરી વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને કોમેન્ટ જરૂર કરજો નીચે કોમેન્ટ બોક્સ માં આજના આ સમાજમાં સ્ત્રીઓ વિશે તો બધા ઘણું બધુ લખે છે. પણ પુરુષ વિશે બહુ ઓછું લખાયેલું છે.
સ્ત્રી વિશે ઘણા લેખકોએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા પણ કરી છે અને તેમના વિશે પુસ્તકો પણ લખવામાં આવ્યા છે. પણ બહુ ઓછા લેખકો અને પુસ્તકો છે જેમાં પુરુષો વિશે કઈક લખવામાં આવ્યું હોય. તેમાં પણ જ્યારે કોઈ સ્ત્રી એક પુરુષ વિશે લખે છે ત્યારે તે શબ્દો વાસ્તવિકતાની ખૂબ જ નજીક હોય છે. પુરુષ એક પિતા, ભાઈ, પતિ વગેરે જવાબદારી ખૂબ સારી રીતે નિભાવે છે છતાં પણ તેની આ જવાબદારીઓની નોંધ બહુ ઓછી લેવામાં આવે છે.
અહી અમે તમને પ્રખ્યાત લેખક કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લખવામાં આવેલ શબ્દો વડે પુરુષની લાગણીઓને પ્રસ્તુત કરીશું.
પુરુષ એટલે શું ?
પુરુષ એટલે ટહુંકા માટે જંખતું એક વૃક્ષપુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરાયેલું કોમલ ફૂલપુરુષ એટલે બાઇકમાં ચાવી સાથે જુલતું હાર્ટ આકારનું કીચેઇનપુરુષ એટલે પથ્થરમાં પણ પંગરેલી કૂંપળપુરુષ એટલે વજ્ર જેવી કઠોળ છાતી પાછળ ધબકતું કોમળ હ્રદયપુરુષ એટલે બંદુકના નાળચા માંથી છુંટતું મોરપીંછ પુરુષ એ નથી જે તમને દરરોજ ટીવીમાં જોવા મળે છે.
પુરુષ એ છે જે રોંજીદા જીવનની ઘટમાળ માંથી મળી આવે છે.પુરુષ થાકેલો કે ઉદાસ હોય ત્યારે એમ કહે છે કે, “આજે મૂડ નથી, મગજ ઠેકાણે નથી” પણ એમ ક્યારેય નહીં કહે કે, “આજે મન બહુ જ ઉદાસ છે”. સ્ત્રી સાથે પોતાની દરેક વાતો શેયર કરતો પુરુષ ક્યારેય પોતાનું દુખ અને દર્દ નથી શેયર કરી શકતો.
સ્ત્રી પુરુષના ખંભા પર માથું રાખીને રડે છે જ્યારે પુરુષ સ્ત્રીના ખોળામાં પોતાનું માથું છુપાવીને રડે છે. જેમ સ્ત્રીઓને પોતાના પુરુષના શર્ટના બટન ટાંકવામાં રોમાંચ અનુભવે છે એમ એજ સમયે સ્ત્રીને ગળે લગાડી લેવાનો રોમાંચ પણ પુરૂષોને થાય છે. પોતાના હજારો કામોથી થાકેલી અને ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષને વાળમાં હાથ ફેરવીને જગાડે છે ત્યારે પુરુષનો સમગ્ર દિવસ ઉત્સાહિત પસાર થાય છે.
બુધ્ધિશાળી સ્ત્રીના પ્રભાવથી અંજાઈને પુરુષ તેના પ્રેમમાં પડી જતો હોય છે અને તેને જીતવા માટે જન્મેલો પુરુષ તેની સામે હારી જાય છે. પણ જ્યારે એજ પ્રેમ તેને છોડીને જતો રહે છે ત્યારે પુરુષ મૂળ માંથી ઊખડી જાય છે. સ્ત્રી સાથે પ્રેમ માંથી સમજણથી છૂટો પડેલો પુરુષ તેનો કાયમ માટે મિત્ર બનીને રહી શકે છે. પરંતુ બેવફાઇ કરીને છોડાયેલો પુરુષ દુશ્મની પણ સારી રીતે નિભાવી જાણે છે.
પોતાના ધંધામાં કરોડોની નુકશાની જાય તો પણ ધીરજ સાથે એ ખમી જાય છે પરંતુ ભાગીદાર દ્વારા થતો દગો એ ખમી નથી શકતો. સમર્પણ એ સ્ત્રીનો સ્વભાવ છે તો સ્વીકાર એ પુરુષનો સ્વભાવ છે, પરંતુ પુરુષ જેને પણ સમર્પિત થાય છે તેનો સાથ તેનો સાત જન્મ સુધી નથી છોડતો. સ્ત્રીનું રુદન ફેસબુકની દિવાલોને ભીંજવતું હોય છે પરંતુ પુરુષનું રુદન તો તેના તકિયાની કોર ને પણ ભીંજવતું નથી.
એવું કહેવામા આવે છે કે સ્ત્રીને બસ ચાહતા રહો તેને સમજવાની જરૂર નથી, પરંતુ પુરુષને બસ સમજી લો તો આપોઆપ ચાહવા લાગશો.