બોલિવૂડની આ અભિનેત્રીએ 20 વર્ષ પહેલા શાહરૂખ ખાનને લઇ જે કહ્યું તે સાચુ પડ્યું

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ને બોક્સ ઓફિસ પર દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પઠાણે માત્ર 4 દિવસમાં 429 કરોડ રૂપિયા (વર્લ્ડવાઈડ કલેક્શન) કમાવ્યા છે. બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનનું રાજ અકબંધ છે એમ કહેવું ખોટું નહીં હોય. દરમિયાન ‘પઠાણ’ અને કિંગ ખાન સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યાં છે, ત્યારે અભિનેત્રી નેહા ધૂપિયા પણ શાહરૂખ વિશેના પોતાના જૂના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. હકીકતમાં વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ જૂલીની રિલીઝ વખતે નેહા ધૂપિયાએ એક નિવેદન આપ્યું હતું જે ફરી એકવાર વાયરલ થયું છે.

20 વર્ષ વાત સાચી પડી

નેહા ધૂપિયાએ તેની ફિલ્મ ‘જૂલી’ની રિલીઝ સમયે કહ્યું હતું કે, ‘યા તો સેક્સ વેચાય છે અથવા શાહરૂખ ખાન’. ચાલો તમને જણાવીએ કે નેહાનું આ જૂનું નિવેદન કેવી રીતે ફરી ચર્ચામાં આવ્યું. ખરેખરમાં ટ્વિટર પર એક યુઝરે નેહાને પઠાણના બોક્સ ઓફિસ કલેક્શન વિશે ટાંકીને લખ્યું, ‘લગભગ બે દાયકા પહેલા નેહા ધૂપિયાએ નિવેદન આપ્યું હતું કે અહીંયા યા તો સેક્સ વેચાય છે અથવા શાહરુખ ખાન, આ આજે પણ સાચું ઠર્યું છે. આ ટ્વીટ પર તેના જવાબમાં નેહાએ પણ લખ્યું, ‘વીસ વર્ષ પછી મારું નિવેદન સાચું પડ્યું. આ ‘અભિનેતાની કારકિર્દી’ નથી પણ ‘રાજાનું શાસન’ છે!’.

શાહરૂખની આગામી ફિલ્મો

પઠાણની રિલીઝ બાદથી કિંગ ખાનના ફેન્સ અભિનેતાની આગામી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે.આપને જણાવી દઈએ કે 2023માં શાહરૂખ ખાનની વધુ બે ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં ફિલ્મ નિર્માતા એટલીની ‘જવાન’ અને રાજ કુમાર હિરાનીની ફિલ્મ ‘ડાંકી’નો સમાવેશ થાય છે.

Scroll to Top