IndiaNewsTechnology

WhatsAppએ ભારત સરકાર પર કર્યો કેસ, કહ્યું – નવા IT નિયમોથી ખતમ થઈ જશે પ્રાઇવેસી

કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં જાહેર કરેલા નવા આઈટી નિયોનું પાલન કરવાની આજે અંતિમ તારીખ છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન બનાવી છે. ત્યારે WhatsApp એ ભારતના નવા ડિજિટલ નિયમોને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કેસ કર્યો છે, જેમાં આજથી લાગુ થતાં નવા IT નિયમો વિરુદ્ધ વાંધો ઉભો કર્યો છે. અને આ નવા નિયમો લાગુ ન કરવા માંગ કરી છે. વોટ્સએપે કોર્ટમાં અપીલ કરતા કહ્યું છે કે નવા ડિજિટલ નિયમો પર રોક લગાવવામાં આવે કારણ કે તે યુઝર્સની પ્રાઈવસીની વિરુદ્ધ છે. ત્યારે WhatsApp એ દિલ્હી હાઈકોર્ટમાં ભારતના નવા ડિજિટલ નિયમોને લઈને બનામ ભારત સરકારને કેસ દાખલ કરવામાં આવ્યો છે.

WhatsApp મેસેંજર એપ્લિકેશનએ કોર્ટમાં કહ્યું કે નવા નિયમોથી વપરાશકર્તાઓની પ્રાઇવેસી ને અસર કરી શકે છે. વોટ્સએપે કહ્યું કે તે નવા ડિજિટલ નિયમોની વિરુદ્ધ છે. નવા ડિજિટલ નિયમોમાં સોશિયલ મીડિયા કંપનીઓને સૌપ્રથમ પોસ્ટ કોણે કરે તેવું પૂછાતા તેની વિગતો આપવી પડશે. આ નવા નિયમથી સૌથી વધુ વોટ્સએપ પ્રભાવિત થઈ રહ્યું છે. કંપનીના પ્રવક્તાના મતે કોઈ યુઝરની ચેટ ટ્રેસ કરવાનો અર્થ દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ વોટ્સએપ પાસે હશે. આમ કરવાથી યુઝરની પ્રાઈવસી જે તેનો મૂળભૂત અધિકાર છે તેનો ભંગ થશે.

હકીકતમાં, કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021 ના રોજ, ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય તરફથી ડિજિટલ કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે 3 મહિનાની અંદર કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ ઓફિસર વગેરેની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ બધાના કાર્ય ક્ષેત્રો ભારતમાં હોવા જરૂરી છે. સરકાર દ્વારા અપાયેલા આદેશ હેઠળ કંપનીઓએ કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે અને તેઓનું નામ અને સંપર્ક સરનામું ભારતનું હોવું ફરજિયાત છે.

WhatsApp દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારની નવી ગાઇડલાઇન્સમાં ચેટને ટ્રેસ કરવાનું કહેવામાં આવ્યું છે અને એક રીતે તે આપણા યુઝર્સની ફિંગરપ્રિન્ટ વિશેની માહિતી માંગવામાં આવી રહી છે તેવું જ છે. આ નવા નિયમ પ્રમાણે વોટ્સએપને જણાવાયું છે કે જે ફેક પોસ્ટ કરે છે તો તેના વિશે માહિતી આપવાની રહેશે. કંપનીએ આ મામલે જણાવ્યું કે તે કોઈ એક શખ્સની માહિતી આપી શકે નહીં કારણ કે તેના પ્લેટફોર્મ પર મેસેજ end-to-end encrypted હોય છે. જે મૂળભૂત રૂપે લોકોની પ્રાઇવેસીના અધિકારને નબળી પાડે છે.વોટ્સએપ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે આ બાબતે નાગરિક સમાજની સાથે છીએ, જે આખા વિશ્વમાં વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકોની ગુપ્તતાની વાત કરે છે.

WhatsApp એ વધુમાં જણાવ્યું હતું કે, આ વચ્ચે અમે લોકોને સુરક્ષિત રાખવાના ઉદ્દેશયથી વ્યવહારુ ઉકેલો પર ભારત સરકાર સાથે જોડાવાનું પણ ચાલુ રાખીશું, આ નિયમ અંતર્ગત કોઈ વ્યાજબી કાયદાકીય અરજી અમારી સમક્ષ આવે છે. જેનાથી અમારી પાસે ઉપલબ્ધ માહિતી માટે કાયદેસરની વિનંતીઓનો જવાબ આપવા પણ જોડાયેલ છે. જો કે વોટ્સએપના ભારતમાં 40 કરોડ યુઝર્સ છે. નવા નિયમોનું પાલન કરવું આ સ્થિતિમાં શક્ય નહીં હોવાથી વોટ્સએપ તે માટે અસમર્થતા દર્શાવી રહ્યું છે.

મહત્ત્વની વાત એ છે કે, ગુગલ અને ફેસબુકે મંગળવારે કહ્યું હતું કે તે નવા નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફેસબુકે કહ્યું હતું કે ‘આઇટી નિયમો મુજબ અમે ઓપરેશનલ પ્રક્રિયાઓ લાગુ કરવા અને કાર્યક્ષમતામાં સુધારણા તરફ કામ કરી રહ્યા છીએ. અમે અમારા પ્લેટફોર્મ પર લોકોની સ્વતંત્ર અને સલામત રીતે પોતાને વ્યક્ત કરવાની ક્ષમતા માટે પ્રતિબદ્ધ છીએ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker