અભિનેત્રી ગહનાને છોડાવવા ના ચકકર મા આ રીતે ખુલી રાજ કુંદ્રાની પોલ

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને લઇ નવી જાણકારી સામે આવી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ કુંદ્રા સતત એ વાતની ના પાડી રહ્યા છે કે, બ્રિટનમાં રજીસ્ટર્ડ કેનરિન કંપનીની સાથે તેમને કોઇ લેવડ-દેવડ કર્યા નથી. રાજ કુંદ્રાનો દાવો છે કે, કેનરિન કંપનીના ડાયરેકટર તેમના સંબંધી પ્રદીપ બખ્શી રહેલા છે. પરંતુ કુંદ્રાની ધરપકડ બાદ જ્યારે મુંબઇ બ્રાન્ચ દ્વારા તેમના વોટસએપ ચેટનું વિશલેષ્ણ કરવામાં આવ્યું તો કોઇની સાથે ડીલ કરતાં સમયે રાજ કુંદ્રાએ માન્યું હતું કે કેનરિન કંપનીમાં તેઓ પાર્ટનર રહેલા છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ સૂત્રોએ શનિવારના રોજ આ જાણકારી આપી હતી.

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના આરોના કહેવા મુજબ કેનરિન એ કંપની છે જ્યાંથી પોર્ન વીડિયો અપલોડ કરાતા હતા. આ વીડિયો મુંબઇમાં આવેલ સ્થિત રાજ કુંદ્રાની વિયાન ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી લંડન મોકલવામાં આવતા હતા. વિયાન ઇન્ડસ્ટ્રીઝની એક ડાયરેકટર શિલ્પા શેટ્ટી પણ રહી હતી, જેને ગયા વર્ષે જ આ કંપનીના ડાયરેકટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. શુક્રવારના રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુંદ્રાની હાજરીમાં શિલ્પા સાથે તેના જૂહુમાં આવેલ ઘરમાં છ કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી તો એ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો કે, તેમણે વિયાન કંપનીના ડાયરેકટર પદ પરથી રાજીનામું કેમ આપ્યું હતું. શિલ્પાના બેન્ક એકાઉન્ટસની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઇએ કે, રાજ કુંદ્રાનું નામ તેમની જ કંપનીના મેનેજીંગ ડાયરેકટર ઉમેશ કામત દ્વારા લેવા આવ્યું હતું. જેની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉમેશની ધરપકડ પહેલાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અભિનેત્રી ગહના વશિષ્ટની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાંથી આ કેસની વધારે જાણકારી સામે આવી હતી.

રાજ કુંદ્રા કેસમાં ગહના વશિષ્ઠ અગત્યની કડી રહેલ છે. તેની ધરપકડથી હેરાન આ કેસમાં વોન્ટેડ આરોપી યશ ઠાકુર દ્વારા ઉમેશ કામતને કેટલાક વોટસએપ ચેટ કરવામાં આવ્યા હતા. જેનો અર્થ એ હતો કે, કોઇપણ રીતે ગહનાને પોલીસ કસ્ટડીમાંથી બહાર નીકાળો નહીં તો બધાની પોલ ઉઘાડી થઈ જશે. જ્યારે આ ચેટ હવે લીક થઇ ગઈ છે.

7 ફેબ્રુઆરી 2021ના રોજ એક ચેટમાં યશ ઠાકુર ઉમેશને કહેતા દેખાઈ રહ્યા છે કે, ગહનાની ધરપકડ કરવામાં આવી છે, મારે તેને છોડાવા માટે આઠ લાખ રૂપિયા જરૂરિયાત છે. ઉમેશ તેના પર જવાબ આપતા લખે છે કે બેન્કમાંથી નીકાળીશું કંઇ રીતે? અત્યારે તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવી રહ્યો છે. તમે ખુદ જ બતાવો શું કરીએ? આ ચેટમાં યશ ઠાકુર ઉમેશ કામતને ગહનાની ધરપકડથી જોડાયેલ કેટલીય ન્યૂઝ લિંક પણ મોકલી છે. તેના જવાબમાં ઉમેશે જણાવ્યું કે, હું વિચારું છું કે, એક મહિના માટે શિમલા ચાલ્યો જાવ. ત્યાં જઇને શુટ પણ કરી લઇશ. તેના જવાબમાં યશ ઠાકુર જણાવે છે કે, આ બેસ્ટ છે. તુ સેફ રહીશ, તો મારા મગજમાં શાંતિ બની રહેશે.

તેમ છતાં શિમલા જવાનો પ્લાન બનાવતા પહેલાં જ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉમેશ કામતની ફેબ્રુઆરીમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડ બાદ ઉમેશના જપ્ત કરાયેલા મોબાઇલ ફોનમાંથી રાજ કુંદ્રાની વિરૂદ્ધ ભરપૂર પુરાવા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મળી આવ્યા હતા. તમને જણાવી દઇએ કે, ઉમેશ કામતની સાથે જે યશ ઠાકુરની આ ચેટસ બહાર આવી છે એ જ યશ ઠાકુરે એન્ટી કરપ્શન બ્યુરોને ચાર મેલ કરવામાં આવ્યા હતા. તેમાં આરોપ હતો કે રાજ કુંદ્રાએ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં કોઇ અધિકારીને 25 લાખની લાંચ આપવામાં આવી હતી. જેના કારણે ફેબ્રુઆરીમાં નામ આવવા છતાંય તેમની ધરપકડ કરવામાં આવી નહોતી. તેમ છતાં મુંબઇ પોલીસ દ્વારા આ આરોપોનું ખંડન કરવામાં આવ્ય છે.

Scroll to Top