WhatsApp યુઝરને રાહત, કંપની એ પ્રાઇવેસી પૉલિસી સંબંધિત નિર્ણય લીધો પાછો, જાણો કેમ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ (WhatsApp) ના કરોડો યુઝરને મોટી રાહત આપી છે. હકીકતમાં, કંપનીએ તેમની વિવાદિત પ્રાઇવેસી પૉલિસી (Privacy Policy) થી સંબંધિત અપડેટ્સ સ્વીકાર કરવા માટે યુઝરને આપવામાં આવેલી 15 મેની અંતિમ તારીખ અંગેનો નિર્ણય પાછો લઇ લીધો છે અને કહ્યું છે કે શરતો સ્વીકારવામાં નહીં આવે તો પણ એકાઉન્ટ કાઢી નાખવામાં આવશે નહીં.

નોંધપાત્ર વાત એ છે કે, WhatsApp ની સૂચિત પૉલિસી પર યુઝર એ તેમના ડેટાના અધિકાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વોટ્સએપના તમામ યુઝર્સે કહ્યું કે તેમનો ડેટા WhatsApp ના માલિકી રાખનાર કંપની ફેસબુક સાથે શેર કરવામાં આવશે.

15 મેના રોજ કોઈ પણ એકાઉન્ટ Delete કરવામાં આવશે નહીં

તેને લઇને આ મફત મેસેજિંગ અને કોલિંગ સેવાઓ આપનાર કંપની ની ઘણી ટીકાઓ કરવામાં આવી રહી હતી. વોટ્સએપના એક પ્રવક્તાએ પીટીઆઈને કહ્યું હતું કે, નીતિ સાથે સંબંધિત અપડેટ્સને સ્વીકારવામાં નહિ આવે તો પણ તમારું એકાઉન્ટ 15 મેના રોજ ડિલેટ નહિ કરવામાં આવે.

તેમને ઇમેઇલ દ્વારા મોકલેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે ગઈકાલે કહ્યું હતું કે, “આ અપડેટને કારણે 15 મેના રોજ કોઈ પણ એકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે નહીં અને ભારતમાં કોઈ પણ વોટ્સએપ સેવા બંધ કરવામાં આવશે નહીં.” અમે લોકોને આગામી થોડા અઠવાડિયામાં નવી માહિતી મોકલીશું.

પ્રવક્તાએ કહ્યું કે જયારે નવી સેવાની શરતોના અપડેટ્સ પ્રાપ્ત કરનારા મોટાભાગના યુઝરના લોકોએ તેને સ્વીકાર કરી લીધું છે, કેટલાક લોકોને આ અપડેટ હજુ સુધી પ્રાપ્ત થયું નથી. જોકે પ્રવક્તાએ હજુ સુધી સ્પષ્ટ નથી કર્યું કે કંપનીએ કયા કારણોસર પોતાનું આ વલણ બદલી દીધું છે અને આ શરતો સ્વીકાર કરનાર યુઝરની સંખ્યા પણ જાહેર કરી નથી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો