ચેતવણી: 15 મે ના રોજ બંધ થઈ જશે તમારું WhatsApp, તેના પહેલાં કરી લો આ કામ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

WhatsApp આ વર્ષની શરૂઆતથી જ તેની પ્રાઇવેસી પૉલિસીને લઈને ટીકાઓનો સામનો કરી રહ્યું છે. વોટ્સએપની નવી પ્રાઇવેસી પૉલિસી 8 ફેબ્રુઆરીથી અમલમાં આવવાની હતી, પરંતુ તે જ મહિનામાં 15 મે 2021 ના રોજ પ્રાઇવેસી પૉલિસી લાગુ થઇ રહી છે. વિવાદમાં આવ્યા બાદ WhatsApp એ ત્રણ મહિના માટે પ્રાઇવેસી પૉલિસી રદ કરી દીધી હતી. પ્રાઇવેસી પૉલિસીને લઈને WhatsApp સતત તેના યુઝરને નોટિફિકેશન આપી રહ્યું છે, એટલે કે WhatsApp ની પ્રાઇવેસી પૉલિસીને તમારે 15 મે 2021 પહેલાં સ્વીકાર કરવી પડશે. તો હવે સવાલ એ છે કે, જો તમે તેનો સ્વીકાર કરશો નહીં તો શું થશે ? ચાલો જાણીએ.

સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે, 15 મેના રોજ WhatsApp ની નવી પોલિસી લાગુ થવા જઈ રહી છે અને આ વખતે કંપની તેને વધુ લંબાવવા ના મૂડમાં નથી. કંપનીએ સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, જે યુઝર WhatsApp ની આ નવી પૉલિસી 15 મે સુધીમાં સ્વીકાર નહીં કરે તો તેના પછી તેઓ ના તો કોઈને મેસેજ કરી શકશે અને ના તો મેસેજ પ્રાપ્ત કરી શકશે. સરળ શબ્દોમાં કહીએ તો, તેમનું WhatsApp ત્યાં સુધી બંધ રહેશે જયાં સુધી લોકો આ નવી પૉલિસી નો સ્વીકાર નહીં કરે.

120 દિવસ પછી એકાઉન્ટ થઈ જશે ડિલીટ

WhatsApp એ કહ્યું છે કે, જ્યાં સુધી યુઝર આ શરતોનું પાલન નહીં કરે ત્યાં સુધી કોઈ મેસેજ સેંડ અથવા રિસીવ નહિ કરી શકે. જે લોકો આ નવી શરતો નો સ્વીકાર નહિ કરે તેમનું એકાઉન્ટ ઈનએક્ટિવ દેખાશે અને ઈનએક્ટિવ એકાઉન્ટ 120 દિવસ બાદ ડિલીટ થઇ જશે. શરતો સ્વીકારવા માટે, કંપની દરરોજ અથવા થોડા દિવસો સુધી નોટિફિકેશન આપતી રહેશે અને પછી તેને પણ બંધ કરી દેશે.

નવી શરતોને લઈને સૌથી વધારે વિરોધ ભારતમાં છે અને આવું થાય પણ કેમ નહિ ભારતમાં WhatsApp ના સૌથી વધારે યુઝર પણ છે. જેથી આ WhatsApp ની નવી પૉલિસીથી લોકો ઘણા નારાજ છે. WhatsApp હવે તેની પેરેન્ટ કંપની ફેસબુક સાથે વધુ ડેટા શેર કરવાની યોજના બનાવી રહી છે, જો કે WhatsApp એ સ્પષ્ટ કરી દીધું છે કે આવું નહીં થાય, પરંતુ તેના બદલે અપડેટ ખરેખર બિઝનેસ એકાઉન્ટ સાથે જોડાયેલું છે. જયારે યુરોપમાં WhatsApp ની આ નવી પૉલિસી લાગુ કરવામાં આવી રહી નથી, કારણ કે ત્યાં તેના માટે અલગ પ્રાઇવેસી કાયદો છે.

WhatsApp પહેલા થી જ ફેસબુક સાથે કેટલીક માહિતી શેર કરે છે, જેમ કે યુઝરના આઇપી એડ્રેસ (તે ઇન્ટરનેટથી કનેક્ટ કરનાર દરેક ડિવાઇસ સાથે સંકળાયેલ નંબરોનો ક્રમ છે, તેને ડિવાઇસનું લોકેશન શોધવા માટે પણ કરવામાં આવી શકે છે) અને પ્લેટફોર્મ દ્વારા ખરીદી કરવાની માહિતી પણ પહેલાથી શેર કરે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો