જયારે ગોવિંદાએ ખોલ્યું રહસ્ય, કેવી રીતે ષડયંત્ર કરીને બોલિવૂડમાંથી કરવામાં આવ્યો બહાર, કહ્યું- ‘હું બરબાદ થઇ ગયો…’

લગભગ ગોવિંદાને 10 થી 12 વર્ષ સુધી તેને કોઈ પણ મોટા ફિલ્મ ટીવી શોમાં જોવા મળ્યો નથી. તે સમયે તેના ચાહકો તેની ગેરહાજરીને કારણે હેરાન રહી ગયા હતા. ગોવિંદાએ ઘણી વખત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના સાથે થયેલ મુદ્દા પર ખુલીને વાત કરી છે. તેને એકવાર આવા જ એક મુદા પર કહ્યું હતું કે કેવી રીતે તેની વિરુદ્ધ ષડયંત્ર રચીને તેને બોલિવૂડમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ જ તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું હતું.

‘મને ઘણું આર્થિક નુકસાન થતું હતું…’: તેની ફિલ્મ રંગીલા રાજાની રિલીઝ પહેલા 2018માં મીડિયા સાથે વાત કરતા ગોવિંદાએ કહ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગના એક ચોક્કસ વર્ગ દ્વારા તેની વિરુદ્ધ કાવતરું રચવામાં આવ્યું હતું. તેને દાવો કર્યો હતો કે તેને બોલિવૂડમાંથી યોજના પ્રમાણે કાઢી દેવામાં આવ્યો હતો કારણ કે તે ક્યારેય કોઈપણ બોલિવૂડ કેમ્પનો ભાગ નહોતો. ગોવિંદાએ કહ્યું હતું કે લોકો તેમના વિશે નકારાત્મક વાતો ફેલાવતા હતા, જેના કારણે તેને કામ મળતું બંધ થઈ ગયું હતું. ગોવિંદાએ કહ્યું હતું કે કામ ન મળવાને કારણે તેને ઘણું આર્થિક નુકસાન ભોગવવું પડતું હતું.

‘મને બરબાદ કરી દીધો, મારા ચાહકોને ધમકાવવામાં આવ્યા…’: ગોવિંદાએ આ જ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને બરબાદ કરી દેવામાં આવ્યો અને મારા ચાહકોને ધમકાવવામાં આવ્યા. કોઈપણ મને અને મારી ફિલ્મોને ટેકો આપવા આવ્યા નહિ, જો કે શોબિઝમાંથી મારા અચાનક ગાયબ થવા પાછળ એક મુખ્ય કારણ હતું.” ગોવિંદાએ કહ્યું કે તે ઘણી મહેનત અને સમર્પણમાં વિશ્વાસ કરે છે, જે ચોક્કસ પ્રમાણે તેના માટે સારું પરિણામ આપશે.

પહલાજ નિહલાની વિશે ગોવિંદાએ કહી આ વાત: ગોવિંદાએ એક ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે લોકો ફિલ્મ મેકર પહલાજ નિહલાનીને તેમના થી દૂર કરવાની કોશિશ કરતા હતા. જ્યારે ફાઇનાન્સર્સ અથવા વેપારીઓએ તેમને ટેકો આપવાની ના પાડી દીધી હતી.

‘નશાની હાલતમાં એક રાજકારણીએ મને કહ્યું બધું…’: ગોવિંદાએ કહ્યું હતું, “એક રાજકારણી હતા જેનું હું નામ નથી લેવા માંગતો, મારી પાસે નશાની હાલતમાં આવ્યો અને મને કહ્યું કે તેને અને અન્ય લોકોએ મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે. મેં તેને કહ્યું, ‘મને તારા પર વિશ્વાસ નથી’. તે ચોંકી ગયો અને કહ્યું, ‘હું કહી રહ્યો છું અને તમે વિશ્વાસ નથી કરી રહ્યા.’ પછી મેં તેને કહ્યું કે હું અફવાઓ પર ત્યાં સુધી વિશ્વાસ નથી કરતો જ્યાં સુધી હું તેને જાતે ન જોઈ લવ. તેને મને કહ્યું કે તો તમે જ જણાવો તમને 10 વર્ષથી વધુ સમયથી તમારી ક્ષમતાઓના પ્રદર્શન કરવા માટે મંચ કેમ ન આપવામાં આવ્યું.

Scroll to Top