Religious

આ કારણથી મહાદેવજીએ વિષ્ણુ ભગવાનના પુત્રોનો કર્યો હતો અંત, વાંચો જાણવા જેવી માહિતી 

હિન્દુ ધર્મમાં આપણા દેવી દેવતાઓના એટલા કિસ્સા છે કે બધાજ કિસ્સાતો ભાગ્યેજ કોઈએ સાંભળ્યા હશે. પરંતું આજે અમે તમને એક એવા કિસ્સા વિશે માહિતી આપવા જઈ રહ્યા છે. જેના વીશે તમે પણ ભાગ્યેજ સાંભળ્યું હશે. એવું કહેવામાં આવે છે કે વિષ્ણું ભગવનાના પુત્રોનો અંત મહાદેવજીના હાથે થયો હતો.

મહાદેવજીને ત્રણેય લોકના દાનવોથી બચવા માટે વિષ્ણુ ભગવાનના પુત્રોનો વધ કરવો પડ્યો હતો. શીવ પુરાણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવ પુરાણ એવો ઉલ્લેખ છે. કે ત્રણેય લોકના દાનવોથી બચવા માટે મહાદેવજીએ નંદીનો અવતાર ધારણ કરીને વિષ્ણુ ભગવાનાના પુત્રોનો અંત કર્યો હતો. જેના કારણે વિષ્ણું ભગવાન પણ ક્રોઘે ભરાયા હતા અને તેમણે મહાદેવજી સાથે યુદ્ધ કર્યું હતું.

વિષ્ણું ભગવાન દાનવોનો પીછો કરતા કરતા પાતાલ લોક પહોચ્યા હતા. જ્યા તેમણે જોયું કે દાનવોએ બધી અપ્સરાઓને કૈદી બનાવીને રાખી હતી. બધીજ અપ્સરા વિષ્ણું ભગવાનની ભક્ત હતી અને તેમની પૂજા કરતી હતી. જેથી વિષ્ણું ભગવાને તે બધીજ અપ્સરાઓને મુક્ત કરાવી હતી. અપ્સરાઓએ વિષ્ણું ભગવાન સાખે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી જેથી વિષ્ણું ભગવાન ના ન પાડી શક્યા અને તેમણે બધાની સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ ભગવાન વિષ્ણું પાતાલ લોકમાંજ રોકાયા હતા અને અમુક દિવસો રહીને તેઓ વિષ્ણું લોકમાં પરત આવ્યા હતા. અપ્સરાઓએ વિષ્ણું ભગવાનના પુત્રોને જન્મ આપ્યો હતો. પરંતુ તે બધાજ પુત્રોમાં દાનવના ગુણો હતા. જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમણે બધાજ લોકમાં આતંક મચાવાનું શરૂ કર્યું દેવતાઓ અને મનુષ્યોને તેઓ હેરાન કરવા લાગ્યા તેનાથી છૂટકારો મેળવવા માટે બધા દેવતાઓ ભેગા મળીને મહાદેવજી પાસે ગયા અને કીધું કે વિષ્ણું ભગવાનના પુત્રો આતંક મચાવી રહ્યા છે.

જેથી તે લોકોથી છૂટકારો મેળવવા માટે મહાદેવજી નંદીનું રૂપ ધારણ કરીને પાતા લોક પહોચ્યા. જ્યા તેમણે એક એક કરીને વિષ્ણું ભગવાનના બધાજ પુત્રોનો અંત કરી દીધો. સાથેજ ત્રણેય લોકોમાં તેમના દાનવ પુત્રોના આતંકથી છુટકારો મળ્યો હતો. પરંતુ જ્યારે આ વાતની વિષ્ણું ભગવાનને ખબર પડી ત્યારે તેઓ ઘણા ક્રોધે ભરાયા હતા.

તેઓ તુરંત મહાદેવજીના નંદી અવતાર પાસે યુદ્ધ કરવા પહોચ્યા હતા. લાંબા સમય સુધી તેમના વચ્ચે યુદ્ધ ચાલ્યું પરંતુ તે યુદ્ધનો કોઈ અંત ન આવ્યો જેથી અપ્સરાઓ વચ્ચે આવી અને તેમણે યુદ્ધ રોકાવ્યું હતું. જોકે ત્યારબાદ શિવજી પણ કૈલાશ પર્વત પર જતા રહ્યા હતા. અને વિષ્ણું ભગવાન પણ તેમના વિષ્ણું લોકમાં પરત ફરી ફર્યા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker