પત્નીએ બીજી વખત સંબંધ બાંધવાની ના પાડી તો પતિએ ગળું દબાવી હત્યા કરી નાંખી

અમરોહાઃ હવે મારે સેક્સ નથી કરવું, પત્નીના મોઢેથી આ સાંભળીને પતિને એટલો ગુસ્સો આવ્યો કે તેને ભયંકર દલીલબાજી બાદ દોરડા વડે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. આરોપી પતિએ પત્નીને રાતે જગાડી અને સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પહેલી વાર પત્નીએ તેની વાત માની. થોડા સમય પછી તેણે ફરીથી તેની પત્નીને જાગીને સેક્સ કરવા કહ્યું. આ બાબતે પત્ની નારાજ થઈ ગઈ અને તેણે સંબંધ બાંધવાની ના પાડી. પતિને આ વાત પસંદ ન પડી અને રાત્રે જ બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં તેણે કરસીના ટુકડાથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. બાદમાં તેણે લાશને પોલીથીન બેગમાં પેક કરી ઘરથી 50 કિમી દૂર ફેંકી દીધી હતી. ત્યારપછી પતિએ પોતે પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

અમરોહાની રહેવાસી રૂખસારે 2013માં અનવર સાથે લગ્ન કર્યા હતા અને તેને ત્રણ બાળકો છે. અનવર તેના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર બેકરી ચલાવે છે જ્યારે તેનો પરિવાર પહેલા માળે રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર, 5 ડિસેમ્બરે મોડી રાત્રે બે વાર સેક્સ માણવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી અનવરે તેની પત્નીની હત્યા કરી હતી. પોલીસે મંગળવારે ઠાકુરદ્વારાના રતુપુરા ગામ પાસે એક મહિલાની અજાણી લાશ મળી હતી. ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી અને મૃતદેહના ફોટો નજીકના પોલીસ સ્ટેશનો અને જિલ્લાઓની પોલીસને મોકલવામાં આવ્યા હતા.

પતિએ કહ્યું, પત્નીના વર્તનથી પરેશાન હતો

અમરોહામાં ગુમ થયેલી મહિલાની ફરિયાદ સાથે મેચ થયા બાદ મુરાદાબાદ પોલીસે લાશની ઓળખ માટે અનવરને બોલાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન તે ભાંગી પડ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. ઠાકુરદ્વારાના સર્કલ ઓફિસર અર્પિત કપૂરે કહ્યું કે પૂછપરછ દરમિયાન અનવરે રૂખસારની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. અનવરે કહ્યું કે તે પહેલાથી જ તેના વર્તનથી નારાજ હતો અને તેને મારી નાખવા માંગતો હતો. સોમવારે સવારે જ્યારે તેણીએ તેની સાથે બીજી વખત સેક્સ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેણે હત્યા કરી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો