જીવનમાં ઘણી વાર એવી મુશ્કેલીઓ આવી જાય છે કે જેમાંથી નીકળવાનો કોઈ રસ્તો માણસ ને દેખાતો નથી અને માણસ આ મુશ્કેલીઓ માંથી નીકળવા માટે પૂજા પાઠ નો સહારો લેવો પડે છે
જો તમારા જીવન માં પણ કોઈ આવી મુશ્કેલીઓ છે જેમાંથી તમે નીકળવા માંગો છો,તો તમે નીચે જણાવેલ કોઈ એક મંદિરો માં જઈ ને એક વાર ભગવાનની સામે પોતાનું માથું નમાવી લો.
આ મંદિર માં જઈ ને ભગવાન ના દર્શન કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.
મહાકાલી શક્તિપીઠ
મહાકાલી મંદિર ગુજરાત રાજ્યના પાવાગઢ પહાડી ની પાસે એક શક્તિપીઠ છે જેમાં કાલિકા ને સમર્પિત છે.આ મંદિર ની કથા અનુસાર આ જગ્યા પર માં સતી ની ડાબા પગની આંગળીઓ આઈ ને અહીં પડી હતી.
આ મંદિર માં જવા માટે ભક્તો ને લગભગ 250 સીડીઓ ચઢવી પડે છે અને આટલી સીડીઓ ચડ્યા પછી જ માં કાલિકા ના દર્શન થઈ શકે છે એવુ માનવામાં આવે છે.
આ મંદિર માં આવી ને માં ના દર્શન કરવાથી માં બધા દુઃખો ને દૂર કરી લે છે.માટે તમારે કોઈ પણ મુશ્કેલીઓ માંથી બહાર નીકળવું હોય તો એક વાર આ મંદિરમાં જવું જોઈએ.
બાલાજી હનુમાન મંદિર.
બાલાજી હનુમાન મંદિર રાજસ્થાન માં સ્થિત છે અને આ મંદિર ને ખૂબ ચમત્કારી માનવામાં આવે છે આ મંદિર માં હનુમાનજી ને શ્રી બાલાજી મહારાજ ના નામ થી ઓળખવામાં આવે છે.
આ મંદિર માં જઈ ને હનુમાનજી ના દર્શન કરવાથી માણસ પર બજરંગબલી ની કૃપા બની જાય છે અને બજરંગબલી માણસ ની રક્ષા બધી પરેશાની થી કરે છે એવું માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 1,000 વર્ષ જૂનું છે.
વૈષ્ણવદેવી.
વૈષ્ણવદેવીનું મંદિર જમ્બુ કાશમીર રાજ્ય માં સ્થિત છે અને આ મંદિર ત્રીકુતા પહાડીઓ પર બનેલી છે દર વર્ષે આ મંદિર માં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને માં વૈષ્ણવદેવી ના દર્શન કરે છે.
આ મંદિરો માં જઈ ને માં નો આશિર્વાદ પ્રાપ્ત કરવાથી માં પોતાના ભક્તો ના દર્શન કરે છે અને એમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
તિરુપતિ બાલાજી મંદિર.
આ મંદિર ભગવાન વિષ્ણુ ના અવતાર પ્રભુ વેંકટેશ્વર અથવા બાલાજી ને સમર્પિત છે.અને આ મંદિર થી કરોડો લોકો ની આસ્થા જોડાયેલી છે.
આ મંદિરમાં જઈને ખાલી બાલાજી ના દર્શન કરવાથી બાલાજી જીવન ની મુશ્કેલીઓ મિનિટો માં દૂર કરી દે છે.આ મંદિરમાં દર વર્ષે દુનિયા ભરમાંથી ગણી સંખ્યા માં લોકો આવે છે.અને બાલાજી ના દર્શન કરે છે.
કહેવામાં આવે છે કે તિરુપતિ બાલાજી મંદિર માં દર વર્ષે કરોડો લોકો આવે છે.અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
જ્વાલા મંદિર.
જ્વાલાદેવી નું મંદિર હિમાચલ પ્રદેશ રાજ્ય ના કાગડા જિલ્લામાં સ્થિત છે આ મંદિર થી જોડાયેલી માન્યતા અનુસાર આ જગ્યા પર માં સતી ની જીભ પડી હતી.આ મંદિર માં દેવી ના મુખથી અગ્નિ દર સમયે પ્રજલિત થાય છે.
આ મંદિર માં આવીને જો ભક્ત સાચા મન થી માંની પૂજા કરે છે તો માં તેમને બધા દુઃખો માંથી દૂર કરે છે અને એમના પર વિશેષ કૃપા બનાવી રાખે છે.