કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પેટા ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેના પગલે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. અલ્પેશ ઠાકોરનો એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં અલ્પેશ ઠાકોર રઘુ દેસાઈનો પ્રચાર કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં અલ્પેશ કોંગ્રેસને મત આપવાની અપીલ કરે છે.
તમને જણાવી દઇએ કે, રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર ભાજપના ઉમેદવાર છે જ્યારે રઘુ દેસાઈ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સાથે ગદ્દારી કરનાર અલ્પેશ ઠાકોરને કોઈપણ સંજોગોમાં હરાવવો એ એકમાત્ર લક્ષ્ય હાલ ગુજરાત કોંગ્રેસ રાખી રહી છે. ત્યારે આવો જાણીએ કે કોંગ્રેસ છોડયાં બાદ અને ભાજપ માં જોડાયા પેહલા કેવી હતી અલ્પેશ ઠાકોર ની કેવી માનશીકતા હતી.
ઠાકોર સમાજના આગેવાન અને રાધનપુરથી કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. સાથે તેમણે જાહેરાત કરી હતી કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે.આજે બપોરે પત્રકારો સાથે વાત કરતાં અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવવાની વાતને રદિયો આપ્યો હતો.અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદમાં કહ્યું કે છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસ સાથેની મારી નારાજગીની ચર્ચા હતી. જેની હું ના પાડતો નથી.તેમણે કહ્યું, “સત્તા તમામને સારી લાગે છે, મારે પણ જોઈએ અને મારા લોકો માટે જોઈએ, કોને મંત્રી બનવાનું સારું ના લાગે, તમામને લાગે, મને પણ લાગે છે. મને પણ મંત્રી બનવું સારું લાગે છે.હું એવા વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું ત્યાં તમામ ક્ષેત્રમાં તેનો વિકાસ જરૂરી છે.
જેના માટે એક એવી સરકારની જરૂર છે. જે તમામ લોકોનો વિકાસ કરે. હું ઈમાનદારીથી કહું છું કે મારે મંત્રી બનવું હતું, મને હતું કે હું મારા ગરીબ લોકો માટે કામ કરી શકીશ. હું બે દિવસથી જમ્યો નથી. મારી પત્ની મારું ઘર સંભાળે છે, હું મારું ઘર નથી સંભાળી રહ્યો. મારો પરિવાર રાજનીતિમાં નહીં આવે. મને સત્તાની લાલચ નથી. જો મારે એવી સત્તા જોઈતી હોત, તો હું છ મહિના પહેલાં મંત્રી બની ગયો હોત.
જ્યારે મેં મંત્રી બનવાનું વિચાર્યું, મને થયું કે હું સરકાર સાથે જોડાઈ જાઉં. હા, હું અત્યાર સુધી મૂંઝવણમાં હતો. મને મારા ગરીબ લોકોને કારણે મૂંઝવણ હતી. હું તેમનું વિચારીને ઘણી વાર એકલો રડ્યો પણ હતો. હું ઇમાનદારીથી કહું છું કે મેં મંત્રી બનવાનું વિચાર્યું છે. આ મુદ્દે મેં વાત પણ કરી હતી. જ્યારે મેં ગરીબ લોકોને પૂછયું તો તેમણે કહ્યું કે તમારી પાસે કંઈ ન હતું તો પણ અમે તમને સાથ આપ્યો. અમને પણ ખબર છે કે તમે સત્તામાં નથી, જ્યારે સત્તામાં આવશો ત્યારે અમને માગ્યા વિના બધું મળશે. “છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા ચાલી રહી હતી કે અલ્પેશ ઠાકોર કૉંગ્રેસથી નારાજ છે અને ભાજપમાં જોડાવાના છે. જોકે, તેમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને કૉંગ્રેસનો જ સાથ આપવાની વાત કરી.
હાલના સમાચાર કંઇક આવું કહે છે. રાધનપુર બેઠકની પેટાચૂંટણીને લઇ અલ્પેશ ઠાકોર સક્રીય થયા છે. અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં બંધ બારણે બેઠકો શરૂ કરી છે. અલ્પેશ ઠાકોરે રાધનપુરથી ચૂંટણી લડવાની ઇચ્છ વ્યક્ત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાધનપુર બેઠક પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે ડેમેજ કંટ્રોલ માટે કામગીરી શરૂ કરી છે. તેમણે બંધ બારણે સામાજિક આગેવાનો સાથે બેઠકો શરૂ કરી છે. આ ઉપરાંત ઠાકોર સેનાના કાર્યકરો અને આસપાસના ગામના સરપંચો સાથે બેઠક કરી છે. આપને જણાવી દઈએ કેરાધનપુર બેઠક માટે શંકર ચૌધરીનું નામ લીસ્ટમાં મોખરે છે. અલ્પેશ પોતાના જૂની બેઠક પરથી જ ચૂંટણી લડવા માગે છે. ત્યારે પક્ષ નામ જાહેર કરે તે પહેલા જ અલ્પેશે પ્રચાર શરૂ કરી દીધો છે.
એક સમય આવું કેહતા હતા ઠાકોર.
રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે પાટણ જિલ્લાના સાતેક જેટલા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે ગુરૂવારે રાધનપુરની પ્રાંત કચેરી આગળ સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ધરણા આરંભ્યા છે..રાધનપુર વિધાનસભા બેઠકમાં આવતા રાધનપુર, વારાહી, સમી અને શંખેશ્વરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો ત્યારે આ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે.
રાજ્યની બીજેપી સરકારે તેમના મત વિસ્તાર સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે બોર્ડરના તાલુકા ચાણસ્મા, રાપર, વાવ, કાંકરેજ એમ તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. તો આ વિસ્તાર સાથે અન્યાય કેમ..ધારાસભ્ય અલ્પેશે સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો સાડા ત્રણ વાગ્યા સુધી માગ નહીં સંતોષાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે. જો અછતગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો ઢોર-ઢાંખર સાથી અમે ગાંધીનગરનું કૂચ કરીશું. આ ઉપરાંત લોકોના દેવા માફ કરવામાં આવે. ખેડૂતોને સમયસર પાણી આપવામાં આવે અને ઘાસચારાની વ્યવ્યસ્થા કરવામાં આવે.આ કોઈ રાજનીતિનો મુદ્દો નથી તેમ પણ કહ્યું છે. ઉપરાંત રાજનીતિક લાલસા શરમજનક હોવાનું પણ કહ્યુ હતું. અલ્પેશે રાજ્ય સરકારના નેતાઓને ચીમકી આપતા કહ્યું સરકારના નેતાઓમાં તાકાત હોય તો રાધનપુરમાં કાર્યક્રમ કરી બતાવે તેવુ પણ નિવેદન આપ્યું છે.