સફેદ કપડાની ચમક રહેશે એવીને એવી જ, જો ફોલો કરશો આ ટિપ્સ 

સફેદ કપડાની ચમક રહેશે એવીને એવી જ, જો ફોલો કરશો આ ટિપ્સ

સફેદ કપડાને આ રીતે ચમકાવો

સામાન્ય રીતે સમય સાથે સફેદ કપડા પીળા થઈ જાય છે. ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ તેની ચમક પાછી આવતી નથી. જો તમે પણ આવી મુશ્કેલીમાં છો તો જાણો જૂના કપડામાંથી કેવી રીતે ચમક પાછી આવશે.

આ છે ટિપ્સ..

સફેદ કપડાની ચમકને જાણવી રાખવા માટે એક ડોલ પાણીમાં સિરકાના થોડા ટીપાં નાંખો અને ડોલ પાણીમાં સિરકાના થોડા ટીપાં નાંખો અને 15 થી 20 મિનિટ સુધી પલાળી દો. તેનાથી સફેદ કપડામાં રહેલું પીળાપણું દૂર થશે.

કપડાને 30 મિનિટ સુધી ઠંડા પાણીમાં પલાળ્યા પછી તેમાં બ્લીચ પાઉડર નાંખો. આ બ્લીચવાળા પાણીમાં કપડાને 15 મિનિટ સુધી પલાળી રાખો.

આ 15 મિનિટમાં બ્લીચના કપડા પર લાગેલા ડાધો સંપૂર્ણ રીતે દૂર થઈ જશે.

લીંબૂ પણ ચમક આપશે

સફેદ કપડા ધોયા બાદ તેમને અડધી ડોલમાં અડધા લીંબૂનો રસ નાંખી થોડા સમય માટે પલાળી રાખો. જેનાથી કપડાની ચમક પાછી આવી જશે.

સફેદ કપડાને હંમેશા રંગીન કપડાથી અલગ ધોવા કેમ કે રંગીન કપડા સાથે સફેદ કપડા ધોવાથી તેમાં પીળાશ લાગવા લાગે છે.

નાનકડી ભૂલ કપડા ખરાબ કરી શકે છે

કપડાના રંગને જાળવી રાખવા માટે બ્લીચિંગ દરમિયાન વોશિંગ સોડા અને બીજા કોઈ ડિટર્જન્ટ પાઉડરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી કપડાનો રંગ નીકળશે નહીં.

ધોયા બાદ કપડાને તડકામાં સૂકવો, તેનાથી સફેદ કપડા ચમકી ઉઠશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top