WHO અનુસાર જાણો, શુ તડકામાં ઉભા રહેવા થી કોરોના વાઇરસ મરી જાય છે, અને 10 સેકન્ડ સુધી શ્વાસ રોકવાની સંક્રમણ નહીં થાય, જાણો હકીકત..

હાલમાં કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે અને લોકો પણ આનાથી બચવા માટેની કોશિશ કરી રહ્યા છે તેમજ અહીંયા જણાવવામાં આવયહ છે કે શું તડકામાં ઉભા રહેવાથી કોરોના વાઈરસથી બચી શકાય છે અથવા ખાંસી વગર 10 સેકન્ડ સુધી શ્વાસ રોકવાથી તમને ચેપ નથી લાગતો આવી વાત અહીંયા કરવામાં આવી છે અને આ મુજબ આવી ઘણી ખોટી અફવા ફેલાવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો આના પર વિશ્વાસ કરી રહ્યા છે અને જેનો જવાબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આપ્યો છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.

શુ તડકામાં ઊભા રહેવાથી અથવા તો તાપમાન 25 ડિગ્રીથી વધારે હોય તો કોરોના વાઈરસ દૂર થઈ જાય છે.

WHO કહે છે કે વધારે ઠંડા વાતાવરણ અને ગરમ તાપમાનથી વાઈરસ દૂર થતો નથી અને આ વાત ખોટી છે તેમજ જો વધારે તાપમાનવાળા દેશોમાં પણ કોરોના વાઇરસના કેસ નોંધાયા છે અને એટલા માટે જ અહીંયા તડકામાં ઉભા રહેવાથી વાઈરસ મરતો નથી તેવું જણાવ્યું છે અને બહારના વાતાવરણ અથવા તાપમાનની જગ્યાએ શરીરનું સામાન્ય તાપમાન 36.5°C થી 37°C હોય છે તેમ કહેવાય છે અને આ કોરોનાથી બચવાનો સૌથી સારો ઉપાય સાબુથી વારંવાર હાથ ધોવા વધુ સારું માનવામાં આવે છે અને મોં,નાક અને આંખોને સ્પર્શ બિલકુલ ના કરવો જોઈએ.

10 સેકંડ સુધી શ્વાસ રોકવાથી, જો કોઈ સમસ્યા ન થાય તો કોરોનાનું સંક્રમણ થશે નહીં.

WHO ના જણાવ્યા પ્રમાણે આ એક પ્રકારની બ્રીધિંગ એક્સર્સાઇઝ છે તેમ કહેવાય છે અને આ કોરોનાથી બચવાની ગેરંટીનથી તેમજ અહીંયા એટલા માટે આવું માનવું જોખમકારક સાબિત થઈ શકે છે અને આ કોરોના સંક્રમણના સામાન્ય લક્ષણ છે તેવું પણ કહેવાય છે અને ઉધરસ, શરદી વધારે થાક લાગવો અને તાવ આવા ઘણા લક્ષણો જોવા મળે છે કે અને કેટલાંક લોકોમાં ન્યુમોનિયા લક્ષણ પણ જોવા મળતા હોય છે અને એટલા માટે જ જ્યારે આ લક્ષણ દેખાય છે ત્યારે કોરોનાની તપાસ જરૂર કરાવવી જોઈએ.

આલ્કોહલ પીવાથી કોરોવાઈરસ નથી થતો દૂર.

WHO ના જણાવ્યા મુજબ આલ્કોહલ પીવાથી પણ કોરોનાવાઈરસ દૂર થતો નથી પણ એ તમને નુકસાન પહોંચાડી શકે છે અને તેમજ મેથેનોલ, ઈશેનોલ, અને બ્લીચ પીવાથી પણ કોરોનાના ચેપને રોકી શકાતો નથી આનું સેવન કરવાનું જે લોકો જણાવી રહ્યાં છે તે ખોટી વાત છે અને તેમજ આ મનુષ્યના આંતરિક અંગોને ઘણું નુકસાન પહોંચાડી શકે છે અને કહેવાય છે કે ઘણી વખત તેનો ઉપયોગ ફ્લોર પર જંતુઓને મારવા માટે પણ કરવામાં આવે છે પણ ત્યારબાદ આ કોરોનાથી બચવા માટે પોતાની જાતને સ્વસ્છ રાખો એ વાત નક્કી છે કારણ કે જો તમે સ્વચ્છ રહેશો તો તમને કોરોના થવાની કોઈ શકયતા નથી.

તેમજ ગરમ પાણીમાં સ્નાન કરવાથી કોરોનાવાઈરસ થઈ જાય છે દૂર.

WHO ના કહ્યા મુજબ આ વાત સંપૂર્ણ રીતે ખોટી છે અને આવું ખરેખર નથી અને વધારે ગરમ પાણીથી ન્હાવાથી શરીરને નુકસાન પહોંચી શકે છે અને તેનાથી કોરોના દૂર થતો નથી અને એટલા માટે આવું ન કરવું જોઈએ અને તેમજ બહારના વાતાવરણ અથવા તાપમાનની જગ્યાએ શરીરનું સામાન્ય તાપમાન 36.5°Cથી 37°C હોય છે પણ તેમ છતાં કોરોનાનું સંક્રમણ થાય છે તેવું માનવામાં આવે છે અને એટલા માટે જ વારંવાર તમારા હાથ ધોતા રહેવું જોઈએ અને સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરવો જોઇએ.

મચ્છરો દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોનાવાઈરસ.

WHO એવું પણ જણાવ્યું છે કે અત્યાર સુધી કોઈ રિસર્ચ અથવા પુરાવા મળ્યા જ નથી કે જેનાથી એ સાબિત થઈ શકે કે મચ્છરથી કોરોનાવાઈરસ ફેલાય શકે છે અને આ વાત પણ ખરેખર ખોટી છે અને આવું કઈજ નથી અને આ નવો કોરોનાવાઈરસ સંક્રમિત વ્યક્તિના છીંકવાથી અથવા ઉધરસ દરમિયાન નીકળતા લાળના ટીપાંથી ફેલાય છે તેવું જણાવવામાં આવ્યું છે અને તેથી જ આવા લોકોથી અંતર રાખવું જોઈએ અને તેમનાથી દુર રહેવું વધુ સારું રહેશે અને માસ્કનો ઉપયોગ કરવો અને વારંવાર હાથ ધોવા એ ખૂબ જ જરૂરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top