ચીનની બીજી એક વેક્સીન ‘સિનોવેક’ ને WHO એ આપી મંજૂરી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ મંગળવારે કહ્યું કે તેણે ચીનબી બીજી બીજી કોવિડ -19 રસી સિનોવેક બાયોટેક (Sinovac Biotech) ને ઇમરજન્સી ઉપયોગ લિસ્ટમાં સમાવેશ કરવા માટે મંજૂરી આપી દીધી છે.

સિનોવેક-કોરોનાવેક કોવિડ -19 રસી મંજૂરી, બેઇજિંગ સ્થિત દવા કંપની સિનોવૈક

સયુંકત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે WHO એ મંગળવારે કટોકટીના ઉપયોગ માટે સિનોવેક-કોરોનાવેક કોવિડ -19 રસીને મંજૂરી આપી છે. દેશો, ખરીદ એજન્સીઓ અને સમુદાયોને આ ખાતરી આપવામાં આવી છે કે રસી સલામતી, અસરકારકતા અને નિર્માણના આંતરરાષ્ટ્રીય માનકોને પૂરા કરે છે. આ રસી બેઇજિંગ સ્થિત દવા કંપની સિનોવૈક દ્વારા બનાવવામાં આવી છે.

સિમાઓએ કહ્યું – દુનિયાને ઘણી કોરોના રસીઓની સખત જરૂરિયાત

WHO ના સહાયક ડાયરેક્ટર જનરલ ડો. મારિયાનજેલા સિમાઓએ જણાવ્યું હતું કે દુનિયાને ઘણી કોરોના રસીઓની સખત જરૂર છે. અમે ઉત્પાદકોને કોવૈક્સ કાર્યક્રમમાં ભાગ લેવા, તેમના જ્ઞાન અને ડેટાને વહેંચવા અને મહામારીને નિયંત્રણમાં લાવવામાં યોગદાન આપવા વિનંતી કરીએ છીએ. WHO એ 7 મેના રોજ કટોકટીના ઉપયોગ માટે ચીનના સિનોફોર્મ કોવિડ -19 રસીને શરતી મંજૂરી આપી હતી.

WHO એ ભારતમાં મળેલ વાયરસને ‘ડેલ્ટા’ અને ‘કપ્પા’

ભારતમાં પ્રથમ વખત મળી આવેલ કોરોના વાયરસના B.1.617.2 વેરિયંટ ને નવું નામ આપવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે B.1.617.2 ડેલ્ટા ના નામે ઓળખવામાં આવશે, જ્યારે બીજો એક વેરિયંટ B.1.617.1 ને કપ્પા નું નામ આપવામાં આવ્યું છે. કોરોનાના આ સ્વરૂપોની ઓળખ ભારતમાં પ્રથમ વખત ઓક્ટોબર 2020 માં કરવામાં આવી હતી.

B.1.617.2 ને ભારતીય વેરિયંટ કહેવાતા ઘણી આપત્તિ

ડબ્લ્યુએચઓએ ગ્રીક મૂળાક્ષરોના આધારે વિશ્વના અન્ય દેશોમાં જોવા મળતા વેરિયંટ નું નામ પણ આપ્યું છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કોરોનાના વિવિધ પ્રકારોને દેશોના નામ સાથે જોડવાનો વિવાદ થયો હતો. B.1.617.2 ને ભારતીય વેરિયંટ કહેવામાં આવતા ભારત સરકારે સખત આપત્તિ વ્યક્ત કરી હતી.

Scroll to Top