અમદાવાદના ખોખરામાં બનેલી ઘટનામાં પાણીની ટાંકીમાં મળી આવેલ મૂર્તદેહ લઈને મોટો ખુલાસો થયો છે. ખોખરામાં રહેનાર છેલ્લા 15 વર્ષથી શારીરિક સંબંધ ધરાવનાર યુવક-યુવતી વચ્ચે યુવતીને બીજા યુવક સાથે પણ શરીર સંબંધ હોવાના મુદ્દે ઝઘડો થવાના કારણે પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી.
પ્રેમીએ અનુપમ સિનેમા પાસે એસ્ટેટના ધાબા પર પાણીની ટાંકીમાં પ્રેમીકાની લાથ સંતાડી દીધી હતી. આ કેસમાં પોલીસની ટીમ દ્વારા ઇમરાન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં યુવક અને યુવતી વચ્ચે પંદર વર્ષથી સબંધ હોવાનો પણ યુવતીને બીજી વ્યક્તિ સાથે આડા સબંધ હોવાની શંકા આધારે યુવકે છરીના ઘા મારીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના કઈંક આ પ્રકાર, 6 જુલાઈના રોજ ખોખરા સર્કલ પાસે અનુપમ સિનેમા સામે આવેલા મોહન એસ્ટેટના ત્રીજા માળના ધાબા પરથી પ્લાસ્ટીકની પાણીની ટાંકીમાંથી હત્યા કરેલી અજાણી 30 વર્ષની યુવતીનો મૂર્તદેહ મળી આવ્યો હતો. આ બાબતમાં ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર નિખિલ બ્રહ્મભટ્ટ દ્વારા ચોક્કસ જાણકારીના આધારે તપાસ કરતા રખિયાલ વિસ્તારમાં રહેનાર હસન શહીદ દરગાહ પાસે ગલીમાં ચાની કીટલી પાસેથી ખોખરાના અનુપમ સિનેમા સામે મોહન એસ્ટેટમાં રહેનાર અને મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા ઇમફાન ખાન રહીમમુલ્લા હસમુલ્લાખઆનની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં આ લાશ અમરાઇવાડી વિસ્તારમાં ભીલવાડા પાસે શીતલનગર ગલી નંબર-6માં રહેનારી રેખા બહેન જાદવની હોવાનું સામે આવ્યું હતું. રેખાબેન જાદવ સાથે આરોપીનો પંદર વર્ષથી પ્રેમ સબંધ બંધાયેલો હતો. યુવક દ્વારા 2019 માં પ્રેમિકાને બે લાખ રૃપિયા આપવામાં આવ્યા હતા પરંતુ આ રૂપિયા યુવતીએ વાપરી નાખ્યા હતા. તેના કારણે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
આ દરમિયાનમાં રેખાને બીજા યુવક સાથે સબંધ હોવાની શંકા આધારે ઈમરાને રેખાને ખોખરા મોહન એસ્ટેટ ખાતે બોલાવી લીધી હતી અને તેને ઠપકો આપવા લાગ્યો પરંતુ ઝઘડો વધુ વધી ગયો હતો. આ દરમિયાન ઇમરાને ગુસ્સામાં આવી રેખાનું ગળુ દબાવીને નીચે પાડી દીધી હતી અને માથામાં ઇજા પહોચાડીને છરીથી પેટ પર ઘા મારીને હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ તેણે લાશને પ્લાસ્ટીકની પાણીની ટાંકીમાં સુપાવી દીધી હતી અને યુવતીના બે મોબાઇલ લઇને આરોપી ભાગી ગયો હતો. આ બનાવની જાણ થતાં જ ખોખરા પોલીસ ફાયર બ્રિગેડની મદદથી પ્લાસ્ટીકની ટાંકીને કાપીને લાશને બહાર કાઢી હતી અને ખૂનનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા મૃતક યુવતીના બે મોબાઇલ સહિત આરોપી પાસેથી રૂપિયા 2500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.