બેલારુસના રાષ્ટ્રપતિએ ભૂલથી જાહેર કરી દીધુ યુક્રેન પછી પુતિનનું આગામી લક્ષ્ય કોણ હશે?

યુક્રેન પર રશિયાના હુમલા માટે અમેરિકા અને પશ્ચિમી દેશો રશિયા અને તેના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ એકત્ર થઈ શકે છે. પરંતુ એવા પણ ઘણા દેશો છે જે પ્રત્યક્ષ કે આડકતરી રીતે રશિયાની સાથે છે અથવા મોસ્કોને સમર્થન આપી રહ્યા છે. પુતિનના સાથીઓની વાત કરીએ તો સૌથી પહેલું નામ બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોનું આવે છે. જેમણે હુમલાની જાહેરાત થતાં જ પુતિનની ટેન્ક માટે પોતાની સરહદો ખોલી દીધી હતી. આ દરમિયાન બેલારુસના રાષ્ટ્રપતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે સરકારી ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ વીડિયોથી કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનને જીત્યા બાદ રશિયા અને પુતિનનું આગામી નિશાન મોલ્ડોવા હશે.

પુતિનની આગામી યોજના/ટાર્ગેટનો ખુલાસો!

મેલ ઓનલાઈનમાં છપાયેલા અહેવાલ મુજબ ભલે બેલારુસ અત્યાર સુધી યુદ્ધમાં સીધુ દેખાયું નથી. પરંતુ હાલમાં જ યુક્રેનની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે બેલારુસ તેમના દેશ સામેના યુદ્ધમાં ખુલ્લેઆમ આવી ગયું છે. બેલારુસની 300 ટેન્કની તૈનાતી સાથે તેના ફાઈટર પ્લેન પણ અહીં-તહીં ફરે છે. આ કારણોસર એવું લાગે છે કે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ સંકેત આપ્યો છે કે વ્લાદિમીર પુતિનની સેના આગામી તબક્કામાં મોલ્ડોવા પર હુમલો કરવાની તૈયારી કરી રહી છે.

ખરેખરમાં એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ પોતાના સુરક્ષા અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જે દરમિયાન તેમણે યુદ્ધનો નકશો બતાવીને પોતાની રણનીતિ જાહેર કરી હતી. આ દરમિયાન તેઓ સૈન્ય કાર્યવાહી અંગે ચર્ચા કરી રહ્યા છે. આ નકશામાં રશિયા, બેલારુસ, યુક્રેન અને કેટલાક યુરોપિયન દેશોની સરહદો અને કેન્દ્રો ચિહ્નિત થયેલ છે. લુકાશેન્કો દરેક મુદ્દાને લાકડી વડે બ્રીફ કરી રહ્યો છે. આ તમામ જગ્યાઓ છે જ્યાં રશિયન સૈનિકોએ કાર્યવાહી કરી છે અને સતત આગળ વધી રહ્યા છે. આમાં ઉત્તર દિશામાંથી કિવ તરફ અને ક્રિમિયાથી ખેરસન તરફ હિલચાલ દેખાય છે.

શું આ ભૂલથી પુતિનની યોજનાનો પર્દાફાશ થયો?

વીડિયોમાં તેમણે હુમલા સાથે સંબંધિત નિશાન પણ બતાવ્યા છે, જેને હજુ સુધી રશિયન એરફોર્સ કે આર્મી દ્વારા નિશાન બનાવવામાં આવ્યા નથી. આ દરમિયાન ઓડેસાના બંદર શહેરથી મોલ્ડોવા તરફ ઈશારો કરતી વખતે તેઓ કંઈક એવી ચર્ચા કરે છે જેના કારણે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રશિયાએ નજીકના ભવિષ્યમાં યુક્રેનના પડોશી ભાગોમાં તેના સૈનિકોને કૂચ કરવાનું મન બનાવી લીધું છે. જોકે એ અલગ વાત છે કે યુક્રેનના સૈનિકો અને ત્યાંના લોકો પણ રશિયન સેના સામે જોરદાર લડાઈ લડી રહ્યા છે. હુમલાના સાત દિવસ બાદ પણ રશિયાને કોઈ ખાસ સફળતા મળી નથી. આ મીટિંગનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હોવાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂલના કારણે પુતિનની યુક્રેન પછીની આગામી યોજના સામે આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુક્રેનને લઈને રશિયાનું આક્રમક વલણ વધી રહ્યું છે. કિવને કબજે કરવા માટે કેટલાક માઈલ લાંબા કાફલા આગળ વધ્યા છે. આ હુમલામાં નાગરિકોના મોતના સમાચાર પણ ઝડપથી સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં યુદ્ધ કેટલો સમય ચાલશે અને તેની જ્વાળાઓ યુરોપના અન્ય કયા દેશો સુધી પહોંચશે તેનો હાલ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Scroll to Top