કોરોના કાળમાં વિશ્વમાં સૌથી શ્રેષ્ટ રહેવા લાયક શહેરોમાં ન્યૂઝીલેન્ડનું ઓક લેન્ડ સૌથી શ્રેષ્ટ સાબિત થઈ રહ્યું છે. ગત વર્ષે રહેવા માટે સૌથી શ્રેષ્ઠ દેશોના રેન્કિંગમાં પણ મોટાપાયે ફેરફાર જોવા મળ્યા હતા. જે સ્થળોએ કોરોના સંક્રમણ સામે વધુ સારી રીતે કામગીરી થઈ તે સ્થળોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે. આ વાત ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજેન્સ યુનિટના ગ્લોબલ લીવેબિલિટી રેન્કિંગ 2021માં સામે આવી હતી.
આ દરમિયાન ગત વર્ષની સરખામણીએ રહેવા માટે લોકોની પસંદગીમાં ફેરફાર થયા હોવાનું જણાયું છે. એક તરફ મોટાભાગના યુરોપના શહેરો યાદીમાં ગગડીને નીચે આવી ગયા છે. ત્યારે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને જાપાનને લોકો વધુ પસંદ કરી રહ્યા છે. આ દેશો દ્વીપ છે. આ દેશોએ કોરોના સામે ખૂબ સારી રીતે કાબુ મેળવ્યો છે. જ્યારે યુરોપના દેશો પાછળ રહી ગયા છે. બ્રિટનનું કોઇપણ શહેર ટોપ ટેનમાં સામેલ નથી.
ઓકલેન્ડ પછી જાપાનના શહેર ઓસાકા, ઓસ્ટ્રેલિયન શહેર એડિલેડ, ન્યુઝીલેન્ડના વેલિંગ્ટન અને ત્યારબાદ જાપાનની રાજધાની ટોક્યોનો સમાવેશ થાય છે. ઓકલેન્ડનો સર્વે કરનારી સંસ્થાએ માન્યું કે, આ શહેરે સંક્રમણ ઉપર ખૂબ ઝડપથી કાબૂ મેળવ્યો. નાગરિકો સુરક્ષિત રહીને સામાન્ય જીવન જીવી રહ્યા છે, બીજી તરફ વિશ્વમાં અફરાતફરી મચી ગઈ છે.
યુઝીલેન્ડ ઓકલેન્ડ મોટું શહેર છે. આ શહેરને દેશની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર પણ માનવામાં આવે છે. સ્થાનિક લોકોમાં Tāmaki Makaurau તરીકે ઓળખાતા આ શહેરમાં સારું સંગીત, નાટક, સ્વાદિષ્ટ ખાવાનું અને શ્રેષ્ઠ દારૂ પણ મળે છે. જેના કારણે આ શહેર સહેલાણીઓને ખૂબ આકર્ષે છે. સ્થાનિક ભાષામાં આ શહેરના નામનો મતલબ સેંકડો પ્રેમ કરનાર થાય છે.