બંગાળમાં ત્રીજી વખત મમતા બેનર્જીની સરકાર બની રહી છે. ચૂંટણીની રણનીતિ રચનાર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી પ્રમાણે ભાજપ બે આંકડામાં જ પૂરી થઇ ગઈ આવામાં સવાલ ઉઠી રહ્યા છે કે, 200 થી વધુ બેઠકો જીતવાનો દાવો કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રિય મંત્રીઓના કોરોના કાળમાં પણ જબરદસ્ત ચૂંટણી પ્રચાર અને શાસક પક્ષમાં મોટો ભંગ હોવા છતાં ભાજપ આખરે ક્યાં ચૂકી ગઈ જેના કારણે તેને સત્તાથી દૂર જવાનો વાળો આવ્યો.
પહેલું ધ્રુવીકરણની વ્યૂહરચના નિષ્ફળ
બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ધ્રુવીકરણને મોટા મુદ્દા તરીકે જોવામાં આવી રહ્યો છે. ચૂંટણીનો માહોલ સર્જાય તે પહેલાં જ ભાજપ સતત મમતા બેનર્જી અને તૃણમૂલ પર તુષ્ટિકરણનો આરોપ લગાવતી રહી છે. ભાજપ તેની દરેક રેલી અને દરેક સભામાં જય શ્રી રામના નારાનો મુદ્દો બનાવીને પ્રચાર કરતી રહી. જો કે આ અંગે તૃણમૂલ પણ અછૂત રહી ન હતી. મમતા બેનર્જીએ પહેલા સાર્વજનિક મંચ પર ચંડી પાઠ કરાવ્યા, ત્યારબાદ તેમને તેમનું ગોત્ર પણ જણાવ્યું અને હરે કૃષ્ણ હરે હરે નારા આપ્યા હતા.
માનવામાં આવી રહ્યું હતું કે બંગાળના હિન્દુ મતદારોને પ્રસન્ન કરવા માટે ભાજપનો આ દાવ તેમના પક્ષમાં જઈ શકે છે, પરંતુ તે ઊંધું સાબિત થઇ ગયું છે. શીતલકૂચી ગોળીબાર અને ભાજપના નેતાઓના નિવેદનોથી મુસ્લિમ મતોને એકજૂથ કરી દીધા. જો કે, રાજકીય નિષ્ણાતોનો એક વિભાગ દ્વારા એવું પણ માનવામાં આવે છે કે, બંગાળમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણનું માત્ર વાતાવરણ બનાવવામાં આવ્યું હતું, જ્યારે જમીન પર રાજકીય ધ્રુવીકરણ જોવા મળ્યું હતું. છૂટીછવાઈ ઘટનાઓને છોડી દેવામાં આવે તો મોટાભાગનાં તબક્કાનાં મતદાન ત્યાં શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે.
બીજું, મુખ્યમંત્રીનો ચહેરો ન હતો
આ સાચું છે કે, આ ચૂંટણીમાં ભાજપ ઘણી તાકાત સાથે તૃણમૂલ કોંગ્રેસનો સામનો કર્યો હતો, પરંતુ મમતાની બરાબરીનો કોઈ નેતા કે મુખ્યમંત્રી ન હોવાથી તે તેમની સૌથી મોટી નબળાઇ બની ગઈ હતી. પાર્ટીના અંદરના લોકોએ પણ આ અંગે ઘણી વખત ચિંતા વ્યક્ત કરી હતી. પાર્ટીએ આખી ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જ લડી હતી.
ત્રીજું, બહારના નેતાઓ પર વધુ વિશ્વાસ
લોકસભાની ચૂંટણીમાં 19 બેઠકો જીત્યા બાદ, ભાજપ માટે બંગાળ વિધાનસભાની ચૂંટણી સૌથી મોટી લડાઇ હતી, જેના માટે તેને પ્રદેશના જાણીતા અને ચહેરાઓની જરૂર હતી. આ માટે ભાજપે અન્ય પક્ષો, ખાસ કરીને તૃણમૂલમાં ઘરફોડ કરવાનું શરૂ કરી દીધું અને શાસક પક્ષના ઘણા મોટા નેતાઓને તેના પક્ષમાં જોડ્યા. તેમાંથી સૌથી મોટું નામ સુવેન્દુ અધિકારી હોવાનું માનવામાં આવે છે, જે મમતા બેનર્જીના નજીકના સાથી રહ્યા હતા અને બંગાળની સત્તાને આપવવામાં મોટું યોગદાન આપ્યું હતું.
ભાજપ વારંવાર કહેતી રહી કે, 2 મે સુધીમાં તૃણમૂલ પૂરી સાફ થઇ જશે, જયારે બીજી તરફ મમતાએ ભાજપ પર ખરીદવા અને વેચવાનો આરોપ લગાવ્યો હતો, તેમને પક્ષ-પલ્ટુ, દેશદ્રોહી અને મિર્ઝાફર સુધીના નામ આપી દીધા હતા. મમતા બેનર્જીએ તેને એવી રીતે પ્રોજેક્ટ કર્યું કે તેના પોતાના જ લોકોએ તેમને દગો આપ્યો કારણ કે, તેઓ પોતે જ દગાબાજ હતા. રાજકીય વિશ્લેષકો માને છે કે, મમતા ના આ દાવથી તેને ફાયદો મળ્યો.
ચાર, પોતાનાઓની નારાજગી લીધી
વિધાનસભાની ચૂંટણી પહેલા બંગાળમાં જાણીતાને આધાર બનાવવા માટે ભાજપે બીજા પક્ષના નેતાઓને પાર્ટીમાં જોડયા અને તેમને મોટા પ્રમાણમાં ટિકિટ આપી. જો કે, આને કારણે, પાર્ટીએ તેના નેતાઓની નારાજગી નો સામનો કરવાનો વાળો આવ્યો. ટિકિટ વિતરણ દરમિયાન બંગાળ ભાજપ પક્ષમાં અસંતોષ હોવાના સમાચાર મળ્યા હતા અને ઘણી જગ્યાએ ભાજપના કાર્યાલયમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. તેને લઈને ભાજપને પણ ઘણી વખત સંશોધન (સુધારો) પણ કરવું પડ્યું હતું. જો કે, પોતાનાને બદલે બહારના નેતાઓ પર વધુ વિશ્વાસ પાર્ટીની આંતરિક તકરારનું મુખ્ય કારણ બન્યું.
પાંચમું, મૌન મતદાતાઓનો ના મળ્યો સાથ
ચૂંટણીના પરિણામો એ જણાવે છે કે, ભાજપે તેના મૌન મતદારોએ મત આપ્યો નહિ. હકીકતમાં, બિહારની ચૂંટણી પછી પીએમ મોદીએ દેશની મહિલાઓને ભાજપના મૌન મતદાર તરીકે જણાવતા તેમનો વિશેષ આભાર માન્યો હતો, પરંતુ બંગાળમાં ભાજપના આ મત દૂર થતા જોવા મળ્યા. આનું કારણ એમ પણ માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ મમતા બેનર્જી પર હુમલો કરતા વારંવાર દીદી ઓ દીદી કહેતા જે મહિલાઓને ગમ્યું નહિ. કારણ કે તૃણમૂલે તેને મુદ્દો બનાવી દીધો.