CricketSports

મહેન્દ્ર સિંહ ધોની IPL સિવાય અન્ય કોઈ લિજેન્ડ ટુર્નામેન્ટમાં કેમ ભાગ નથી લઈ શક્તો? જાણો શું છે કારણ

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જે ટૂર્નામેન્ટમાં ધોની હાજર છે તેના કારણે પૂર્વ ભારતીય કેપ્ટન અન્ય ખેલાડીઓથી અલગ છે. તે ટુર્નામેન્ટની લોકપ્રિયતા બમણી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ આઈપીએલ સિવાય અન્ય કોઈ લિજેન્ડ ટૂર્નામેન્ટમાં કેમ રમી શકતો નથી? તો ચાલો તમને જણાવીએ કે આનું કારણ શું છે.

ખરેખરમાં BCCIના નિયમો અનુસાર, જો ખેલાડીઓએ BCCIની છત્રછાયાની બહાર કોઈ અન્ય ટીમ માટે રમવું હોય અથવા કોચની ભૂમિકા ભજવવી હોય તો તે ખેલાડીએ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવી પડે છે. ધોની જ્યારથી IPL રમે છે. આ કારણે તેને કોઈપણ લિજેન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી નથી. જો તે લિજેન્ડ્સ લીગ રમવા માંગે છે તો તેણે આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લેવી પડશે.

તમને જણાવી દઈએ કે ધોની પહેલા જ કન્ફર્મ કરી ચૂક્યો છે કે તે 2023ની IPL રમશે. તાજેતરમાં જ ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુરેશ રૈના અને રોબિન ઉથપ્પાએ ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રૈના હાલમાં લિજેન્ડ ક્રિકેટ રમી રહ્યો છે. ત્યાં જ હવે રોબિન ઉથપ્પાને પણ લીગ રમવાની મંજૂરી આપવામાં આવશે. તે બિગ બેશ લીગ, ધ હન્ડ્રેડ, વાઇટાલિટી ટી20 બ્લાસ્ટ અથવા અન્ય કોઇ ટુર્નામેન્ટ માટે પણ સાઇન અપ કરી શકે છે.

ઉલ્લેખનિય છે કે, બે વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ધોની હાલમાં આઇપીએલમાં રમી રહ્યો છે. જો ધોની આગામી 2023 સિઝનમાં રમે તો પણ શું ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે કે નહીં? પરંતુ હવે તેનો ખુલાસો થયો છે. ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ સ્પષ્ટ કર્યું છે કે ધોની આગામી સિઝનમાં પણ કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker