સંશોધન: કોરોનાની ત્રીજી લહેરમાં 3 લેયર વાળા કપડાંનું માસ્ક, સર્જિકલ માસ્ક જેટલું છે અસરકારક

દેશમાં હવે કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઈ છે અને દિવસે ને દિવસે આ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ડોક્ટર્સ અને મેડિકલ તબીબી સાથે સંશોધનકર્તા પણ કોરોના વાયરસની શરૂઆતથી જ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને શરીર સાથે હાથની સ્વચ્છતા પર વધુ કાળજી રાખવાનું જણાવે છે.

જો કે હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, સંશોધનકર્તાઓએ લોકોને આ કોરોના વાયરસથી બચવા માટે બે માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. જે કોરોના સંક્રમણથી બચવાનો આ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે.

જ્યારે કોઈ વ્યક્તિ ભીડભાડવાળી જગ્યા પર જાય ત્યારે આટલી મોટી સંખ્યામાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું શક્ય બની શકતું નથી. ત્યારે નિષ્ણાતોના કહેવા મુજબ કોરોનાથી સંક્રમિત વ્યક્તિ પાસેથી પસાર થવા છતાં આ ડબલ માસ્ક પહેર્યા હોવાથી ડ્રોપલેટ્સ તમારી નજીક પહોંચવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. ત્યારે 29 એપ્રિલ સંશોધનકર્તાઓની ટીમે તેમના સંશોધનમાં શોધી કાઢ્યું છે કે આ કોરોના સમયે સર્જિકલ માસ્ક જેટલું જ સુવિધાયુક્ત, ત્રણ-સ્તરના કાપડનો માસ્ક અસરકારક સાબિત થઇ શકે છે.

યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટોલ અને સર્વે ટીમે શોધી કાઢ્યું છે કે, જો તમે આદર્શ પરિસ્થિતિઓ અને ત્રણ-સ્તરના કાપડવાળા ફીટ માસ્ક પહેરો છો, તો તે સર્જિકલ માસ્ક જેટલા ટીપાંને ફિલ્ટર કરશે. આ બંનેમાં, ચેપનું જોખમ 50 થી 75 ટકા સુધી ઘટાડી દે છે. જે આપણા શરીરને કોરોનાથી સંક્રમણ થતા અટકાવે છે.

ઉદાહરણ તરીકે, “જર્નલ ઑફ ફ્લુઇડ્સમાં પ્રકાશિત અહેવાલો દર્શાવે છે કે, જો કોરાના ચેપગ્રસ્ત વ્યક્તિ અને તંદુરસ્ત વ્યક્તિ બંને આવા માસ્ક પહેરે છે, તો વૈજ્ઞાનિકો માને છે કે, તે કોરાના સંક્રમણ ફેલાવાનું જોખમ 94 ટકા સુધી ઘટાડે છે”. અને આને વધુ સારી રીતે સમજવા માટે નિષ્ણાતોની ટીમે જોયું કે પ્રવાહીના ટીપાંને પકડીને અને ફેબ્રિક માસ્કમાં ફિલ્ટર કેવી રીતે કરવામાં આવે છે. જે માસ્ક અવરોધક અસરો સહિતના ગાળણ પ્રક્રિયાઓની સમીક્ષા અને મોડેલિંગ કરવામાં પણ આવે છે.

નિષ્ણાતોની ટીમે સમજાવ્યું હતું કે આ કોરોના વાયરસના જડત્વીય અસર ચાળણી અથવા કોલૅન્ડર તરીકે ફિલ્ટર કરતુ નથી, જે તમારા શ્વાસની હવાને વાળવા અને માસ્કની અંદર ફેરવવા માટે દબાણ કરે છે જેથી વાયરસના ટપકા હવાના માર્ગને અનુસરે નહીં અને વાયરસ માસ્કની અંદર જ સમાપ્ત થઇ જાય છે.

આ રીતે પહેરો માસ્ક

ઘણા લોકો માસ્ક પહેર્યા પછી કેન્ડલ પર ફૂંક મારીને માસ્કનું ફિટિંગ ચેક કરે છે, જે યોગ્ય નથી. કોલમ્બિયા યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયર પ્રોફેસર વી ફે મેકનિલે જણાવ્યું કે, સંપૂર્ણ ફીટ ન હોય તેવા માસ્ક પહેરીને પણ કેન્ડલ પર ફૂંક મારીને તે ઓલવી શકાય છે. તેથી, માસ્કની ફિટિંગને તપાસવાની આ સૌથી ખરાબ રીત છે.

ડબલ માસ્કિંગ પછી પણ માસ્ક સંપૂર્ણપણે ફિટ છે કે કેમ તે જાણવું અત્યંત જરૂરી છે. આ માટે તમારા હાથ માસ્કની ધાર પર રાખો અને ઝડપી શ્વાસ લો. જો તે કિનારાથી હવા બહાર આવી રહી છે તો માસ્કને ટાઇટ કરવાની જરૂર છે. જો તે સંપૂર્ણ રીતે ફિટ હોય તો માસ્કની અંદર ગરમ હવા અનુભવાશે.

Scroll to Top