શું કોરોનાની રસી અસરકારક નથી? સૌથી વધારે વેક્સીન આપવા છતાં આ દેશમાં વધ્યા કોરોનાના વધુ કેસ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોના વૈકસીનેશન (Corona Vaccination) કરવામાં આવી રહ્યું હોવા છતાં કોરોના સંક્રમણ વધુ વધ્યુ હોવાનું સામે આવી રહ્યું છે. આ જ વૈકસીનેશન ના ક્રમમાં સેશેલ્સએ જયારે અન્ય દેશોની તુલનામાં તેને તેની અડધીથી વધારે વસ્તીને કોરોના રસી આપી દીધી છે. તેમ છતાં, ત્યાં 7 મે સુધી કોરોના વાયરસના એક્ટિવ કેસ (Coronavirus Active Case) બે ગણા (ડબલ) કરતા પણ વધારે થઇ ગયા છે. વૈજ્ઞાનિકો માટે આ એક ખૂબ ચિંતાનો વિષય બની ગયો છે. જો કે આરોગ્ય નિષ્ણાતોને ચિંતાએ વાતની છે કે વૈકસીનેશન સંક્રમણ ને ફેલાવાથી રોકી શકી રહ્યું છે કે નહીં?

જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ મામલે વગર મૂલ્યાંકને કંઈપણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. WHO ના વૈકસીનેશન, વૈકસીન અને જૈવિક વિભાગના ડિરેક્ટર કેટ ઓ બ્રાયને માહિતી આપતા જણાવ્યું હતું કે ત્યાંની વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સંસ્થા સેશેલ્સ સાથે સતત સંપર્કમાં છે.

તેમણે કહ્યું કે આ વાત પર વિચાર કરવામાં આવી રહ્યો છે કે આવા વાયરસના નવા સ્ટ્રેન ના કારણે તો નથી થઇ રહ્યું ને? જયારે, આફ્રિકાના પૂર્વ કાંઠે આવેલા દૂર ટાપુઓના આરોગ્ય મંત્રાલયે પણ આ બાબતને ધ્યાનમાં લીધું છે. મંત્રાલયે કહ્યું કે છેલ્લા અઠવાડિયાથી અહીં કોરોનાના બે ગણા કરતા પણ વધુ કેસ નોંધાયા છે, જ્યારે આમાંથી 37 ટકા લોકોએ કોરોના રસીના બંને ડોઝ લઇ લીધા છે.

જયારે, સેશેલ્સએ કહ્યું કે કોરોના વૈકસીન ના બે ડોઝ લેનાર લોકોમાં 57 ટકા સિનોફોર્મ અને અન્ય કોવિશિલ્ડ લેનાર છે. તમને જણાવી દઈએ કે કોવિશિલ્ડ ને ભારતમાં એસ્ટ્રાઝેનેકાના લાઇસન્સ હેઠળ બનાવવામાં આવી છે.

કોરોનાના વૈશ્વિક કેસો વધીને 15.86 કરોડ થઇ ગયા છે, જ્યારે આ મહામારીથી અત્યાર સુધીમાં 32.9 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જૉન્સ હોપકિંસ યુનિવર્સિટીએ આ માહિતી આપી છે. મંગળવારે સવારે તેમના નવા અપડેટમાં યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ જણાવ્યું છે કે વર્તમાન વૈશ્વિક કેસ અને આ મહામારીથી થયેલ મૃત્યુની સંખ્યા અનુક્રમે 158,616,506 અને 3,299,447 છે. સીએસએસઈ અનુસાર, દુનિયામાં સૌથી વધારે 32,743,117 કેસ અને 582,140 મૃત્યુ સાથે અમેરિકા સૌથી ખરાબ સ્થિતિ વાળો દેશ બનેલ છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો