GujaratNews

હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાકમાં આ શહેરોમાં પડી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે રહે તેવી શક્યતા છે. કેમકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સિવાય દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં તેમ છતાં વરસાદની શક્યતા નહી હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા રહેલી છે. તેની સાથે સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં રાત્રે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. સાંબેલાધાર વરસાદ પડતા કેટલાક ખેતરોમાં પાણીથી ઉભરાઈ આવી હતા. તેની સાથે અહીં સૌથી મોટી શેત્રુંજી નદી પણ બે કાંઠે વહેવા લાગી હતી. સમગ્ર વિસ્તારનાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયેલો છે. તેમ છતા ખેડૂતો માટે આ આફતનો વરસાદ રહ્યો છે કેમકે વાવણી કર્યા બાદ જરૂરી ઉઘાડ નહી મળતા અને સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. તેમ છતાં ડેમમાં ભરપુર આવક થઈ હોવાના કારણે શિયાળુ અને ઉનાળુ પાકમાં સારો રહેશે તેવી શક્યતા છેવાઈ રહી છે.

તેની સાથે ખેડામાં પણ મોડી સાંજના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વરસાદનું પુન આગમન થતા જ નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે કપડવંજમાં તોફાની 13 મિ.મી વરસાદ પણ નોંધાયો હતો. તેની સાથે એનડીઆરએફની 15 ટીમ પૈકી 5 ટીમને ડિપ્લોય કરી દેવાઈ છે. જે પૈકી વલસાડમાં 1, સુરતમાં 1, નવસારીમાં 1, રાજકોટમાં 1, રાજકોટ અને ગીર સોમનાથમાં 1-1 ટીમ ડિપ્લોઇ કરવામાં આવી છે. જ્યારે 8 ટીમ વડોદરા અને 2 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રખાઈ છે. જ્યારે હજુ પણ વરસાદનું જોર વધી શકે તેમ છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker