પિયરમાંથી પત્નીએ એવો પોલીસ કેસ કર્યા કે ઇજ્જત માટે થઇ પતિએ મોત વ્હાલું કર્યું

દિલ્હીના સોનિયા વિહાર વિસ્તારમાં ઘરેલુ વિવાદથી પરેશાન યુવકે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ દીપક કુમાર (ઉવ. 27) તરીકે થઈ છે. પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે કેસ અને પત્નીની રૂ. 30 લાખની માંગણીને કારણે મોતને ભેટ્યો હોવાનું લખ્યું છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારથી દીપકની પત્ની તેના મામાના ઘરે રહેતી હતી. તેણે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. ખજુરી ખાસ પોલીસ સ્ટેશને મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોલીસે પરિવારને સોંપ્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે

માતા પુત્રને કામ પર જવા માટે ઉઠાડવા ગઈ હતી

પોલીસના જણાવ્યા અનુસાર, દીપક તેના પરિવાર સાથે ઝીરો-પુષ્ટા, સોનિયા વિહાર વિસ્તારમાં રહેતો હતો. તેના પરિવારમાં તેના માતા-પિતા ઉપરાંત પત્ની શશી અને બે પુત્રીઓ છે. દીપક દિલ્હી મેટ્રોમાં ચોથા વર્ગનો કર્મચારી હતો. સોમવારે તેની નાઈટ ડ્યુટી હતી. તે પહેલા માળે તેના ઘરના રૂમમાં હાજર હતો. સાંજે 6.30 વાગ્યાના સુમારે દીપકની માતા તેને કામ પર જવા માટે ઉઠાડવા ગઈ હતી. દીપકના રુમનો દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યા બાદ પણ દરવાજો ન ખૂલતાં માતાએ મોટા પુત્રને ફોન કર્યો હતો. આ પછી તે દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ્યો હતો. ત્યાં અંદર જઈને જોયું તો દીપકની લાશ પંખા સાથે લટકતી હતી. આ કેસની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પંખા પરથી નીચે ઉતારી હતી. પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. ચિઠ્ઠીમાં દીપકે તેના મૃત્યુનું કારણ લખ્યું હતું. જેમાં દીપકે લખ્યું છે કે તેની પત્નીએ તેની સામે કેસ કર્યો છે. આ કારણે હુ મરવા જઇ રહ્યો છુ.

પતિ-પત્ની વચ્ચે નાની-નાની વાતને લઈને ઝઘડો થતો હતો.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે નાની-નાની વાતને લઈને ઝઘડો થતો હતો. કરવા ચોથના દિવસે ઝઘડો થતાં દીપકની પત્ની તેના મામાના ઘરે નંદ નગરી ગઈ હતી. આ પછી તેણે મહિલા સેલ સહિત અનેક જગ્યાએ દીપક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદ દીપકને કેસના સંબંધમાં સીલમપુર બોલાવવામાં આવ્યો હતો. ત્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. જે બાદ તેના પરિવારજનોએ તેને છોડાવી લીધો હતો. પત્નીએ પતિ પર બંને દીકરીઓને છીનવી લેવાનો આરોપ લગાવ્યો હતો. આ બધાથી કારણો કંટાળીને તેણે મોતને ભેટી પડયો. હવે પોલીસ પરિવારની પૂછપરછ કરીને મામલાની તપાસ કરી રહી છે.

Scroll to Top