અમદાવાદના ઇસનપુરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા દ્વારા પતિ પર વિચિત્ર આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે આ ઘટના ચર્ચામાં આવી ગઈ છે.
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેનારી પરિણીતા દ્વારા પતિ સહિત સાસરીયાના ત્રાસથી કંટાળીને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પરિણીતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેના પતિ, સાસુ-સસરા, નણંદે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસનપુરમાં રહેનાર પરિણીતાના લગ્ન ઓનલાઈન લગ્નની વેબસાઈટ દ્વારા કરવામાં આવ્યા હતા. લગ્નના થોડા સમય સુધી તો બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ તેના પતિએ તેનો અસલી રંગ બતાવવાનું ધીરે-ધીરે શરૂ કરી દીધું હતુ. લગ્નના ત્રણ મહિના બાદ પતિ દ્વારા પત્નીને તેના રંગને લઈને ટીકાઓ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતુ. અવાર નવાર તે તેના કાળા રંગના લઈને ટીકા કરવા લાગ્યો હતો. પત્ની દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેનો પતિ કહેતો કે, તે કાળી છે અને પોતે ગોરો દેખાઈ છે. એટલે તારા મને હવે જરાય મજા આવતી નથી! તેની માતા અને બહેન ઓમ શાંતિ ધર્મ માને છે. તેની સાથે સ્નાન કર્યા સિવાય રસોડામાં પણ જવું નહીં. જો તેને વોશરૂમ જવું હોય તો એ પછી તેને સ્નાન કરવું પણ જરૂરી છે.
જેમાં પરિણીતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેનો પતિ વહેલી સવારના નોકરી ચાલ્યો જતો હતો. એટલે તેણે 3 વાગે ઉઠીને ટિફિન પણ બનાવવું પડતુ હતું. જ્યારે આ દરમિયાન સાસરી પક્ષ વાળા કહેતા હતા કે તે ટિફિન બનાવે ત્યારે તેને પહેલાં સ્નાન કરવું જરૂરી છે. આ સિવાય તેના સાસરી પક્ષના લોકો કહેતા હતા કે, લગ્ન દરમિયાન દેવુ પણ થઈ ગયુ હોવાના કારણે તેણે તેના પિયરમાંથી પૈસા લાવવા પડશે.
આ સાંભળીને ઘરમાં ઝઘડો શરૂ થઈ ગયો હતો. પરિણીતા એક વખત તેના પિયરમાં પણ ચાલી ગઈ હતી. ત્યાર બાદ તેને સમજાવીને પરત લાવવામાં આવી હતી. ચાર પાંચ દિવસ ફરીથી અગાઉની જેમ ઝઘડા અને વિવાદ શરૂ કરી દેવામાં આવ્યો હતો. દરરોજના જીવનમાં એકની વાતથી કંટાળીને પરિણીતા કંટાળી ગઈ અને તેને પોલીસનો સહારો લઇ લીધો હતો. પરિણીતાએ વટવા પોલીસમાં તેના સાસરી પક્ષ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. આ બાબતમાં પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.