અમદાવાદમાં અડધી રાત્રે ઘરમાંથી પત્ની થઇ ગઈ ગુમ, પતિએ શોધખોળ કરી તો બન્યું કઈંક આવું…

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેનાર એક યુવકની પત્ની અડધી રાત્રીના ગુમ થઈ ગઈ હતી. આ દરમિયાન પતિની અડધી રાત્રે આંખ ખુલી તો તેની પત્ની પલંગ પર જોવા મળી નહોતી. જેના કારણે મહોલ્લામાં શોધખોળ કરતા પણ પત્ની ન મળતા પતિનું ટેનશન વધી ગયું હતું. ત્યાર બાદમાં તેને શંકા થઈ કે, તેના ઘર પાસે જ રહેનાર એક યુવક સાથે એકાદ વર્ષથી તેની પત્નીના આડા સંબંધ રહેલા છે. જેથી આ યુવક તેની પત્નીને શોધવા ત્યાં પહોંચી ગયો હતો.

આ દરમિયાન તે યુવકની પત્ની પ્રેમીના જ ઘરમાં જ મળી આવી હતી. પછી ત્યાંથી પત્નીને લઈને યુવક નીકળ્યો તો પ્રેમી ત્યાં રોડ પર આવી ગયો અને ઝઘડો કરવા લાગ્યો હતો. તે દરમિયાન માથાકૂટ વધતા તે યુવતીને નહિ લઈ જવા દવું તેમ કહીને તેને યુવતીના પતિને છરી છાતીમાં મારી દીધી હતી. ત્યારબાદ યુવકની પત્નીને લઈને પ્રેમી ભાગી નીકળ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવાની સાથે ઇસનપુર પોલીસ દ્વારા આ બાબતમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવતા ચર્ચામાં આવી ગયો છે. ચંડોળા તળાવ પાસે રહેનાર 32 વર્ષીય યુવક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. જ્યારે સોમવારની રાત્રીના જમીને યુવક તેની પત્ની સાથે સુઈ ગયો હતો. ત્યાર બાદ રાત્રીના એકાદ વાગ્યે ઉઠીને જોયું તો તેની પત્ની ઘરમાં જોવા મળી નહોતી. જેના કારણે આ યુવક તેને શોધવા નીકળ્યો ગયો હતો. તેને મહોલ્લામાં તપાસ કરી પરંતુ પત્ની મળી નહોતી.

ત્યાર બાદ યુવકને શંકા ગઈ કે, તેની પત્નીના એકાદ વર્ષથી દાણીલીમડામાં રહેનાર અફઝલ શેખ સાથે આડા સંબંધ રહેલા છે એટલા માટે તે ત્યાં ચાલી ગઈ હશે. જેના કારણે ત્યાં જઈને તપાસ કરી તો પ્રેમી અફઝલ ના ત્યાં જ યુવકને તેની પત્ની જોવા મળી હતી. પછી યુવક તેની પત્નીને લઈને ત્યાંથી ચાલવા લાગ્યો હતો. ત્યાં જ આ અફઝલ રોડ પર આવી ગયો અને યુવક સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તારી પત્ની ક્યાંય નહીં આવે તેને નહિ લઈ જવા દવું મારી સાથે જ રહેશે તેમ કહી ઝઘડો કરીને યુવકને અફઝલ દ્વારા છરી ના ઘા છાતીમાં મારવામાં આવ્યા હતા. શરીરના અન્ય ભાગે પણ યુવકને છરી ના ઘા વાગી જતા તે રોડ પર જ લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો.

તેમ છતાં યુવકની પત્ની તેને આવી લોહી હાલતમાં મૂકી પ્રેમી અફઝલ સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ યુવક દ્વારા જાતે જ 108 ને ફોન કરવામાં આવ્યો અને તેને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો આવ્યો હતો. આ બાબતમાં પોલીસે ફરિયાદ દાખલ અફઝલની શોધખોળ શરૂ કરી દીધી છે.

Scroll to Top