શું રોહિત-કોહલીને ટી-20 ટીમમાંથી બહાર કરાશે? ટીમ ઈન્ડિયાને મળશે નવો કેપ્ટન

ટીમ ઈન્ડિયાએ જાન્યુઆરી 2023માં શ્રીલંકા સામે તેમની જ ધરતી પર વન-ડે અને ટી-20 સિરીઝ રમવાની છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ભારતની ધરતી પર ત્રણ મેચની વન-ડે શ્રેણી અને એટલી જ મેચોની T20 શ્રેણી રમાશે. નવી પસંદગી સમિતિ શ્રીલંકા સામેની આ મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. શ્રીલંકા સામેની આ સીમિત ઓવરોની શ્રેણીને લઈને એક મોટી માહિતી સામે આવી છે.

શું રોહિત-કોહલી T20 ટીમમાંથી બહાર થશે?

ખરેખરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને ભારતની ટી-20 ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. એટલું જ નહીં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ભારતનો નવો ટી-20 કેપ્ટન બનાવવામાં આવી શકે છે. InsideSport અનુસાર, ડિસેમ્બરમાં નિમણૂક થનારી નવી પસંદગી સમિતિ શ્રીલંકા સામેની ત્રણ મેચની ODI શ્રેણી અને સમાન T20I શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિરાટ કોહલી, રોહિત શર્મા, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક અને કેએલ રાહુલને ટી-20 ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન વિશે મોટી માહિતી સામે આવી છે

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ InsideSportને એક મોટી માહિતી આપી છે. અધિકારીએ કહ્યું, ‘ભારતીય ક્રિકેટ ટીમ હવે ટી-20 ફોર્મેટમાં યુવા ખેલાડીઓ સાથે આગળ વધવા માંગે છે. આવી સ્થિતિમાં કેટલાક મોટા ખેલાડીઓને ટી-20 ટીમમાંથી બહાર રહેવું પડી શકે છે. અધિકારીએ કહ્યું કે,”BCCIએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ અંગે પહેલા જ જાણ કરી દીધી હતી.” BCCIના અધિકારીએ સંકેત આપ્યો કે હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે.

Scroll to Top