IndiaNews

ભારત પહોંચી ગયા વિંગ કમાન્ડર અભિનંદન, સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ

વિંગ કમાન્ડર અભિનંદન ભારતની ધરતી પર પહોંચ્યા બાદ સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ થયો.

ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત આવી ગયા છે. વાઘા બોર્ડર પર તેઓને એરફોર્સના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે. અહીંથી આર્મી દ્વારા મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયા છે.

અભિનંદનની મુક્તિ માટે બંને દેશ વચ્ચે કાગળની પ્રક્રિયા કરવામાં આવી હતી. ખતરાને ધ્યાનમાં રાખીને વાઘા બોર્ડર વિસ્તારમાં બીએસએફ તરફથી સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો એરફોર્સના ટોચના અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચી ગયા છે.

અભિનંદનને રિસીવ કરવા એર વાઈસ માર્શલ આરજીકે કપૂર પોતે ઉપસ્થિત હતા. પોતાના જાંબાઝ પાઈલટે ભારતની ધરતી પર પગ મૂક્યા બાદ એર વાઈસ માર્શલે પત્રકારોને આગળની પ્રક્રિયાની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને પાકિસ્તાને આપણને પ્રક્રિયા અંતર્ગત સોંપ્યા છે. તેમણે જણાવ્યું કે, ‘હવે તેમને (અભિનંદનને) એક વ્યાપક મેડિકલ ચેકઅપ માટે લઈ જવાશે. કેમકે તેઓ એરક્રાફ્ટથી ઈજેક્ટ થયા હતા.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય હવાઈ દળ તેમને પાછા મેળવીને ખુશ છે.

પીએમ મોદીએ કર્યું સ્વાગત

અભિનંદન પરત આવવા પર પીએમ નરેન્દ્ર મોદીએ તેમને સાહસનો અપ્રતિમ ઉદાહણ જણાવ્યા. પીએમએ ટ્વીટ કર્યું કે, ‘વેલકમ વિંગ કમાન્ડર અભિનંદન! તમારા અદમ્ય સાહસ પર રાષ્ટ્રને ગર્વ છે. આપણી સશસ્ત્ર સેનાઓ 120 કરોડ ભારતીયો માટે પ્રેરણા છે. વંદે માતરમ.’

જોકે, દિવસ દરમિયાન પાકિસ્તાને પોતાની નફ્ફટાઈ ચાલુ રાખી હતી. ભારતે બિટિંગ રિટ્રીટ સમારંભ કેન્સલ કર્યા બાદ પણ તેણે દુનિયાને બતાવવા માટે એ પ્રોગ્રામ કર્યો અને તે પૂરો થયા બાદ પણ કાગળો તૈયાર કરવાના નામે તેણે કલાકો કાઢી નાખ્યા. ઉલ્લેખનીય છે કે, પહેલા બપોરે 2 કલાકનો સમય અપાયો હતો, પરંતુ પાકિસ્તાને સમય બે વખત બદલ્યો અને પ્રક્રિયાને લાંબી ખેચતું ગયું. સૂત્રોએ જણાવ્યું કે, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણની આ મામલા પર સતત નજર રહી.

કલાકોનું મોડું થવા છતાં પણ સવારથી બોર્ડર પર એકઠા થઈ ગયેલા ભારતીયોનો જોશ જરા પણ ઠંડો નહોંતો પડ્યો. અહીં ઉપસ્થિત લોકો ઢોલ-નગારા બગાડતા ‘અભિનંદન હૈ, અભિનંદન હૈ’ ના નારા લગાવતા રહ્યા. પોતાના બહાદુર જવાનને જોવા અને તેમનું સ્વાગત કરવા માટે બોર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. જોકે, શુક્રવારે સાંજે 4.30 બાદથી રાત્રે 9.20 કલાક સુધી ઘટનાક્રમને ઘણા ઉહાપોહની સ્થિતિ રહી.

જણાવાઈ રહ્યું છે કે, મોડી સાંજે બોર્ડર પર અભિનંદન પહોંચ્યા બાદ કાગળોનું કામ પુરું કરાયું. પ્રોટોકોલ અંતર્ગત અભિનંદનનું મેડિકલ ચેકઅપ કરાયું. તે પછી અટારી બોર્ડરથી અભિનંદનને સીધા અમૃતસર એરપોર્ટ તરફ લઈ જવાયા, જ્યાંથી તેઓ હવાઈ દળના વિશેષ વિમાનમાં દિલ્હી પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ સંભવિત એક્શનથી ડરી ગયેલા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા અભિનંદનને છોડવાની જાહેરાત કરી. દુશ્મન દેશના કબજામાં હોવા છતાં પણ અભિનંદન સાહસ અને દ્રઢતાની સાથે પાક અધિકારીઓની આંખોમાં આંખો નાખીને સવાલોના જવાબ એટલા જ આપ્યા, જેટલા જિનિવા કન્વેશન અંતર્ગત આવા સમયમાં આપવો જોઈએ. સોશયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે, પૂછપરછ દરમિયાન તેઓ બહાદુરીથી પાક અધિકારીઓને જવાબ આપી રહ્યા હતા, પણ માથું ઝૂકવા ન દીધું અને કોઈ મહત્વપૂર્ણ જાણકારી ન આપી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker