સુરતનો કરૂણ બનાવ: બિમાર બાળકને લઈને પિતા 1 કીમી સુધી દોડ્યા, કોઈ મદદ ન મળતા બાળકનું મોત

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સુરતમાં થોડા દિવસો પહેલા એક મહિલા તેની બિમાર બાળકીને લઈને રાત્રીના સમયે કર્ફ્યુમાં દોડી હતી. તે સમયે પરંતુ તેને કોઈ રીક્ષા ચાલક ન મળતા બાળકી જલ્દી હોસ્પિટલ ન પહોચી શકી અને તેનું મોત નિપજ્યું હતું. ત્યારે વધુંમાં ફરીવાર આવોજ એક બનાવ સામે આવ્યો છે.

સુરતના ઉમરવાડામાં રહેતા શ્રમજીવી પરિવરનો બાળક બિમાર પડ્યો હતો. બાળકને હોસ્પિટલ સુધી લઈને જવા માટે તેના પિતા એક કિલોમીટર સુધી દોડ્યા હતા. પરંતુ એક પણ રીક્ષા ચાલક તેની મદદે ન આવ્યા. અને જ્યારે બાળકના પિતા તે બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા ત્યારે તબીબોએ તે બાળકને મૃત જાહેર કર્યો.

બાળકનું મોત થતા તેનો પરિવાર હાલ શોકમાં ડૂબી ગયો છે. બાળકને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા ઉલ્ટી થયા હતા. જેથી તેના માતા પતિ સ્થાનિક ડૉક્ટરની દવા લાવ્યા હતા. પરંતુ આજે સવારના સમયે બાળકની તબિયત વધારે બગડી હતી. જેથી તેને દવાખાને લઈને જવાનો હતો. બાળકના પિતા તેને ઉચકીને દોડતા રહ્યા પરંતુ કોઈપણ વ્યક્તિ તેની મદદ માટે આગળ ન આવ્યો.

બાળકના પિતાએ કહ્યું કે તેઓ બિહારના રહેવાસી છે. તે તેના પરિવાર સાથે છેલ્લા 6 વર્ષથી સુરતમાં રહીને કામ કરે છે ટ્રાન્સપોર્ટ કંપનીમાં તે મજૂરી કામ કરે છે. વધુંમાં બાળકના પિતાએ એવું કહ્યું કે તેણે ક્યારેય પણ લોકોની મદદ કરવા માટે ના નથી પાડી પરંતુ આજે જ્યારે તેને મદદની જરૂર હતી. ત્યારે તેની મદદ કરવા માટે કોઈ આગળ ન આવ્યું.

સાથેજ તેણે એવું પણ કહ્યું કે મારા ત્રણ વર્ષના બાળકની આજે તબીયત બગડી ત્યારે હોસ્પિટલ લઈ જવા માટે રીક્ષાચાલકોને હાથ ઉચા કર્યા પણ કોઈએ પણ રીક્ષા ઉભી ન રાખી. જે લોકોએ રીક્ષા ઉભી રાખી તે લોકોને કહ્યું પણ ખરી કે બાળકની તબીયત સારી નથી હોસ્પિટલ સુધી મુકી જાવ અમને. પરંતુ આટલું સાંભળતાજ દરેક રીક્ષાચાલક ભાગી જતો હતો.

ઉલ્લેખનિય છે કે બાળકને ઉચકીને હોસ્પિટલ તરફ દોડ્યા હતા. લોકો તેને જોતા હતા પરંતુ બાળકને શું થયું છે તેવું પૂછતા તેઓ ગભરાતા હતા. જ્યારે તેઓ ખાનગી હોસ્પિટલ ગયા ત્યાથી તેમને સિવિલમાં જવાનું કહેવામાં આવ્યું. પરંતુ સીવીલમાં ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો. જોકે બાળકના પિતાના છેલ્લા શબ્દો તો એજ હતા કે જો તેના બાળકની મદદ માટે કોઈ આગળ આવ્યું હોત તો આજે તેનો બાળક જીવતો હોત.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here