આ દવાથી કોરોના દર્દી માત્ર 10 દિવસમાં થઈ જશે સાજા, જાણો શું છે તેની કિંમત…

અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોના દર્દીઓને સાજા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ મોનોક્લોનોલ એન્ટીબોડી કોકટેલ જુન મહિનાના પ્રથમ અઠવાડિયામાં સમગ્ર ગુજરાત સહિત ભારતમાં ઉપલબ્ધ થઈ શકે તેવી શક્યતા રહેલી છે. જેમાં મોનોક્લોનોલ એન્ટીબોડિઝ કોકટેલ શરીરમાં એન્ટીબોડિઝ જનરેટ કરી નાખે છે. આ એન્ટીબોડી કોરોનાના વાયરસને હરાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

કોરોનાનો ચેપ લાગ્યાના દસ દિવસમાં જ દર્દીને કોરોનાની અસરમાંથી મુક્ત કરી નાખે છે તેવું જાણવા મળ્યું છે. ભારતમાં સિપ્લા અને રોશ કંપનીએ આ દવા લોન્ચ કરી દીધી છે. મધ્યમથી માંડીને થોડા તિવ્ર કોરોનાના ચેપના દર્દીઓને આ ઈંજેક્શન અપાઈ છે. તેના એક ડોઝની કિંમત 59,300 રૂપિયાની આજુબાજુ રહેલી છે. એકથી વધુ ડોઝનું પેકેટ એક લાખ 19 હજારમાં મળે તેવું છે. તેનાથી બે દર્દીઓને સારવાર મળ શકે છે.

જ્યારે જુનના પ્રથમ અઠવાડિયાથી ગુજરાતના સહિત દેશના દરેક રાજ્યમાં આ ઈંજેક્શન મળવા લાગશે. જો માત્ર સરકાર જ તેના વિતરણની જવાબદારી લેશે તો સરકારી પ્રશાસન મારફતે આ ઈંજેક્શન દર્દીઓને સરળતાથી મળી જશે.

મોનોક્લોનોલ એન્ટી બોડિઝ કોકટેલના સારા પરિણામો અમેરિકા અને યુરોપના દેશોમાં જોવા મળી ગયા છે. વડોદરા અને રાજકોટમાં પણ ત્રણેક દર્દીઓને આ દવા આપીને સાજા કરાયા છે. હવે તમામ દર્દીઓ માટે આ ઈંજેક્શન ઉપયોગમાં લેવામાં આવી શકે છે. મોનોક્લોનોલ એન્ટીબોડિઝ માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિની રોગના વિષાણુઓ સામે લડવાની ક્ષમતાનું અનુકરણ કરીને વાયરસનો સામનો કરે છે. જેનાથી કોરોનાને હરાવવામાં ખૂબ જ અસરકારક રહે છે.

વાયરસ આ સિવાય અન્ય નુકસાનકારક બેક્ટેરિયાનો પણ તે સારી રીતે સામનો કરે છે. કોસિરવિમેબ અને ઈમ્ડેવિમેબ નામના કેમિકલ્સથી બનેલ આ ઈંજેક્શન દર્દીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે તે સાથે જ દર્દીના શરીર કોશમાં કોરોના વાયરસ પ્રવેશ થતા અટકાવી નાખે છે. આ અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ એન્ટિબોડી કોકટેલ અપાઈ હતી. કોરોનાનો ચેપ લાગ્યાના પહેલા સાત દિવસમાં મોનોક્લોનોલ એન્ટિબોડી કોકટેઈલ આપ્યા બાદ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડતી નથી. આ દવા આપવાથી 80 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરીયાત થતી નથી.

કાસિરવિમેબ અને ઇમ્ડેવિમેબ નામના કેમિકલ્સ દ્વારા બનાવવામાં આવલે દવા દર્દીના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે તે સાથે જ દર્દીના શરીરમાંના કોશમાં કોરોનાના વાઈરસને એન્ટર થતાં અટકાવી નાખે છે. કોરોનાના વાઈરસ સામે તથા બીજા વેવમાં જોવા મળેલા વાઈરસ બી 1.617 સામે પણ આ દવા ઘણી અસરકારક જોવા મળી છે.

Scroll to Top