દુબઈમાં અમુક મહિલાઓએ બાલ્કનીમાં ઉભા રહીને ગંજદી હરકત કરી હતી. જેમા બધીજ મહિલાઓ નિવસ્ત્ર થઈ ગઈ હતી જેના કારણે તે મહિલાઓની પોલીસે ધરપકજ કરી લીધી છે. એક વ્યક્તિએ સામેની બિલ્ડીંગમાં ઉભા રહીને મહિલાઓનો વીડિયો બનાવી લીધો હતો. અને તે વ્યક્તિ દ્વારા મહિલાઓની આ કાળી કરતૂત ટ્વીટર પર શેર કરવામાં આવી હતી.
દુબઈ પોલીસના જણાવ્યા અનુસાર જે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. તે મહિલાઓની સામે જાહેર વ્યભિયારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથેજ તે મહિલાઓને સરકારી વકીલ સામે પણ હાજર કરવામાં આવી હતી. મહિલાઓએ એવો જવાબ આપ્યો હતો કે તેઓ પબ્લિસિટી સ્ટંટ માટે નિવસ્ત્ર થઈ હતી. પરંતુ તેમની આ કરતૂત તેમને ભારે પડી છે.
યુએઈ જેવા દેશમાં તો સાઈબર ક્રાઈમના નિયમો પણ ઘણા કડક બનાવામાં આવ્યા છે. તેમા પણ સોશિયલ મીડિયાને લઈને ત્યા કડક વલણ અપનાવામાં આવે છે. જો કોઈ વસ્તુને ત્યા બિભત્સ દર્શાવામાં આવી તો તેને બદલ જે તે વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવે છે. જેમા આ નિયમો વીડિયો રેકોર્ડિંગ અને શેર કરવા બદલ પણ લાગુ પડે છે.
મોટાભાગે દુબઈમાં મુસ્લિમ લોકો રહેતા યુએઈ દેશમાં અગાઉ પણ ઈસન્સ વિના દારૂ પીવા અથવા જાહેરમાં ચુંબન કરવા જેવા લોકોને જેલભેગા કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સત્તાવાર તે બધીજ મહિલાઓની ધરપકડ કરીને તેમની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. જેમા સમગ્ર મામલે પોલીસે સરકારી વકીલને રિફર કર્યો છે.
જે લોકો દુબઈમાં જુગાર રમે છે અથવા તો અશ્લીલ સાહિત્યનું સંચાલન કરે છે. તેવા લોકોને અહીયા જેલની સજાતો થાય છે. સાથેજ તેમને અઢીથી 5 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવતો હોય છે. જેથી બાલ્કનીમાં ઉભી રહેનાર મહિલાઓને 1 હજાર પાઉન્ડનો દંજ અને 6 મહિના સુધી જેલની સજા ભોગવવી પડશે. કારણકે તેમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
ઉલ્લેખનિય છે કે દુબઈ જેવા દેશમાં ઓનલાઈન સાહિત્ય રાખવા માટે પણ સખત દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથેજ ઓનલાઈન અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવા બદલ કડક સજા આપવામાં આવે છે. જેથી જે વ્યક્તિએ આ વીડિયો શેર કર્યો છે. તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.