આ મહિલા દરિયાકિનારે ફરી રહી હતી, પરંતુ ફરતા ફરતા કઈક એવું થયું કે રાતોરાત બની ગઈ અમીર

જીવનમાં ક્યારે કયો બદલાવ આવી જાય તે વાતની કોઈને જાણ નથી હોતી આખી જીંદગી આપણે મહેનત કરએ છીએ તેમ છતા પણ આપણાને સફળતા નથી મળતી જ્યારે અમુક વ્યક્તિઓનું નસીબ તેમનું સાથ આપે છે જેના કારણે તેઓ પહેલા સફળ થતા હોય છે આજે અમે એક એવીજ મહિલા વીશે વાત કરી કરવાના છીએ કે જેના નસીબે તેનો સાથ આપ્યો જેના કારણે તે રાતોરાત કરોડપતિ બની ગઈ.

આ ઘટના સામે આવી છે થાઈલેન્ડમાં અહીયા નાખોન સી થમ્મારટના કિનારે એક મહિલાને રેતી માથી કઈક એવુ મળ્યું કે જેના કારણે તે રાતોરાત કરોડપતિ થઈ ગઈ. મહિલા જ્યારે દરિયા કિનારે ફરી રહી હતી. ત્યારે તેને એક વીચીત્ર વસ્તુ દેખાઈ. તે મહિલા જ્યારે તે વસ્તુ પાસે ગઈ ત્યારે તેમાથી માછલીની વાસ મારી રહી હતી.

મહિલા પહેલાતોતે વસ્તુને જોઈને ચોકીં ગઈ હતી. જોકે બાદમાં તેણે તે વસ્તુની ઓળખ કરવાનું શરૂ કર્યું. ત્યારે લામે આવ્યું કે તે વસ્તુ વ્હેલ માછલીની ઉલ્ટી હતી. જેને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. મહિલા પહેલાતો અચંબામાં પડી ગઈ સાથેજ તે ઘણી ખુશ પણ થઈ ગઈ હતી કારણકે તેને એ વાતનો ખ્યાલ હતો કે વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત ઈન્ટરનેશનલ માર્કેટમાં કરોડો રૂપિયાની છે.

તેણે તે માછલીની ઉલ્ટીનું પ્રમાણ માપ્યું તો તેની પહોળાઈ 12 ઈંચ હતી સાથેજ તે 24 ઈચ લાંબી પણ હતી. જેથી માર્કેટમાં તે ઉલ્ટીની કિંમત 1.8 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ માછલીનું ઉત્પાદન શુક્રાણું વ્હેલની પ્રણાલી છે. તેનો ઉપયોગ પર્ફ્યુમમાં થાય છે. કારણકે તેની સુગંધ લાંબા સમય સુધી રહેતી હોય છે.

મહિલાએ ક્યારેય પણ સપને પણ નહોતું વિચાર્યું કે તેના હાથમાં એવી વસ્તુ લાગશે કે જેના કારણે તે કરોડપતિ બની જશે. હાલ તેની ઉંમર 49 વર્ષની છે. પરંતુ તેને આ વસ્તુથી જે રૂપિયા મળશે તેનાથી તેના સંતાનોને ઘણો ફાયદો મળી રહેશે. મહિલાને આ ઉલ્ટી મળ્યા બાદ હાલ તે ઘણી ખુશ છે. સાથેજ તેના ઘરમાં પણ બધા સભ્યો ખુશ જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વ્હેલ માછલીની ઉલ્ટી સાચી છે કે ખોટી છે. જો તે તમારી ચકાસવું હોય તો તેન આગળના ભાગે આગ લગાવજો. તે ભાગ ઓગળીને ફરીથી પાછો કઠણ થઈ જાય તો સમજી જજો કે તે એમ્બરગ્રીસ છે. એટલે કે તે વ્હેલ માછલીની ઉલ્ટી છે. મહિલાએ પણ કઈક આવીજ રીતે તેની તપાસ કરી હતી. બાદમાં તેણે એક્પર્ટ્સને બોલાવીને તેમની પાસે તપાસ કરાવી હતી.

Scroll to Top