પશ્ચિમ આફ્રિકાના માલીમાં એક મહિલાએ નવ બાળકોને એક સાથે જન્મ આપ્યો છે. મંગળવારે મહિલાના ડિલિવરી પછી ત્યાં હાજર બધા જ ડોકટરો આશ્ચર્યચકિત થઇ ગયા હતા, કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના ગર્ભાશયમાં માત્ર સાત બાળકો જ જોવા મળ્યા હતા. 25 વર્ષીય હલીમા સીસેની ડિલિવરીથી આખો દેશ ચોંકી ગયો છે અને હવે તે નેતાઓનું પણ ધ્યાન આકર્ષિત કરી રહી છે.
ડોકટરોએ આ વર્ષે માર્ચમાં સીસેને કહ્યું હતું કે તેને ખાસ દેખરેખની જરૂર છે, જેના પછી અધિકારીઓ તેમને મોરક્કો લઈને આવ્યા અને અહીં જ તેને એક હોસ્પિટલમાં બધા બાળકોને જન્મ આપ્યો. માલીના આરોગ્ય પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવજાત બાળકોમાં પાંચ છોકરીઓ અને ચાર છોકરાઓ છે. અને આ ડિલિવરી બાદ મહિલા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
પ્રેગ્નેસી દરમિયાન મોરક્કો અને માલીમાં સીસેના અલ્ટ્રાસાઉન્ડ પણ કરવામાં આવ્યો હતો. અલ્ટ્રાસાઉન્ડ જોયા પછી ડોકટરોને ફક્ત સાત બાળકોની જ અપેક્ષા હતી. પરંતુ ડોકટરો અલ્ટ્રાસાઉન્ડમાં બે બાળકોને ટ્રેક કરી શક્યા ન હતા. બધા બાળકોનો જન્મ સિઝેરિયન વિભાગ થી થયો છે.
એક સાથે નવ બાળકોના જન્મની ઘટના કોઈ સામાન્ય ઘટના નથી. આવી રીતે મલ્ટીપલ જન્મોમાં મેડિકલ ગૂંચવણોનો અર્થ હંમેશાં આ જ થાય છે કે, ગર્ભાશયમાં કેટલાક બાળકો સંપૂર્ણ અવધિ સુધી પહોંચી શકતા નથી.
મેડિકલ નિષ્ણાતોના પ્રમાણે, આ એક દુર્લભ ઘટના છે. આ સ્થિતિમાં ઘણી વખત નવજાત બાળકો સવાઈવ કરી શકતા નથી. પરંતુ સિસે અને તેના બધા બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ દેખાય છે, તેથી ડોકટરો તેમની ખાસ દેખરેખ પણ કરી રહ્યા છે.
મહિલાના ડિલિવરી પછી દેશના આરોગ્ય મંત્રી મોરક્કો અને માલીની મેડિકલ ટીમને અભિનંદન આપ્યા છે, જેમની સખત મહેનતથી આ પ્રેગનેંસી માં એક સારું પરિણામ સામે આવ્યું છે. ક્યારે થાય છે મલ્ટીપલ પ્રેગનેંસી – ગર્ભાશયમાં એક સાથે અનેક બાળકો હોવું તેને મલ્ટીપલ પ્રેગનેંસી કહેવાય છે. આવું ત્યારે થાય છે જ્યારે કોઈ સ્ત્રી માસિક ચક્ર દરમિયાન એક કરતા વધુ ઇંડા છોડે છે અને દરેક ઇંડા શુક્રાણુ દ્વારા ફળદ્રુપ થાય છે.
આ ફળદ્રુપ ઇંડા ઘણીવાર બે અથવા બે થી વધુ ભાગોમાં વહેંચાય જાય છે, જેનાથી મલ્ટીપલ પ્રેગનેંસી ની સ્થિતિ ઉભી થાય છે. મલ્ટીપલ ડિલિવરીમાં જન્મેલા બાળકો ઘણીવાર તેમના ચહેરા એક્બીજા જેવા જ હોય શકે છે, પરંતુ ઘણીવાર તેમના ચહેરા એકબીજા જેવા દેખાતા નથી.
webmd ના એક અહેવાલ મુજબ, ફર્ટિલિટી વિંડો દરમિયાન કોઈ મહિલા બે કે તેથી વધુ ઇંડા છોડી રહી છે, તો પછી દરેક ઇંડા અલગ અલગ સમયે ફળદ્રુપ થવાની સંભાવના પણ હોય શકે છે. જો કે અલગ અલગ પુરુષો સાથે સંબંધ બનાવવાને કારણે પણ આવું થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, મલ્ટીપલ્સ મમ્મી અન્ય મહિલાઓની સરખામણીએ એક ઇંચ વધારે લાંબી હોય છે. કદાચ મહિલાઓની ઊંચાઈ માટે જવાબદાર એક હોર્મોન પાસે વધારે IGF હોવાને કારણે આવું થાય છે. જો કે, આ અંગે હજી સંશોધનની જરૂર છે.